Not Set/ ગુજ.હાઇકોર્ટના જસ્ટિસ અને વકીલો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડીએ કર્યું ધ્વજવંદન

અમદાવાદ, રાજ્ય સહિત દેશભરમાં 72માં સ્વતંત્રતા દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટના તમામ જસ્ટિસ અને વકીલોના પરિવાર જનો દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઇ હતી. જ્યાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડીએ ધ્વજવંદન કર્યું હતું. ગુજરાત હાઇકોર્ટ ખાતે પણ રાષ્ટ્રધ્વજને માન અને સન્માનની સાથે સલામી આપવામાં આવી હતી. ગુજરાત […]

Ahmedabad Gujarat Trending
fe 1 ગુજ.હાઇકોર્ટના જસ્ટિસ અને વકીલો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડીએ કર્યું ધ્વજવંદન

અમદાવાદ,

રાજ્ય સહિત દેશભરમાં 72માં સ્વતંત્રતા દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદમાં ગુજરાત હાઇકોર્ટના તમામ જસ્ટિસ અને વકીલોના પરિવાર જનો દ્વારા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઇ હતી. જ્યાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસ આર સુભાષ રેડ્ડીએ ધ્વજવંદન કર્યું હતું.

fe 3 ગુજ.હાઇકોર્ટના જસ્ટિસ અને વકીલો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડીએ કર્યું ધ્વજવંદન

ગુજરાત હાઇકોર્ટ ખાતે પણ રાષ્ટ્રધ્વજને માન અને સન્માનની સાથે સલામી આપવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટના તમામ ન્યાયાધીશની સાથે કાર્યક્રમમાં સરકારી વકીલ, ન્યાયિક અધિકારીઓ, ધારાશાસ્ત્રી તેમજ સમગ્ર હાઇકોર્ટના સ્ટાફે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી.

fe 2 ગુજ.હાઇકોર્ટના જસ્ટિસ અને વકીલો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી, ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડીએ કર્યું ધ્વજવંદન

રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ કોર્ટના કમ્પાઉન્ડમાં યુવાનો દ્વારા અંગકસરત ના કરતબ દેખાડવામાં આવ્યો હતો. જેને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને લોકોએ યુવાનોના કરતબને પોતાના કેમેરામાં કેદ પણ કર્યા હતા. તેમજ કોલેજીયન ગ્રુપ દ્વારા રાષ્ટ્રના માટે દેશ ભક્તિના ગીત રજૂ કરવામાં આવ્યો હતો.