Not Set/ મગફળી કૌભાંડના મુખ્ય સુત્રધાર મગન ઝાલાવાડિયાના બેંક લોકરમાંથી એક કિલોથી વધુ સોનું મળ્યું

અમદાવાદ. રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા સ્થિત ગોડાઉનના મગફળી કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને રિમાન્ડ પર રહેલા મગન ઝાલાવાડિયાના બેંક લોકરમાં પોલીસે તપાસ કરતાં તેમાંથી એક કિલો કરતા પણ વધુ સોનું મળી આવ્યું હતું. જયારે બીજી બાજુ સોમવારે ધરપકડ કરાયેલા જેતપુરના શખ્સને પાંચ દિવસના રિમાન્ડ પર લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે પડધરીની […]

Top Stories Gujarat Politics
4 1533705650 મગફળી કૌભાંડના મુખ્ય સુત્રધાર મગન ઝાલાવાડિયાના બેંક લોકરમાંથી એક કિલોથી વધુ સોનું મળ્યું

અમદાવાદ.

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના પેઢલા સ્થિત ગોડાઉનના મગફળી કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને રિમાન્ડ પર રહેલા મગન ઝાલાવાડિયાના બેંક લોકરમાં પોલીસે તપાસ કરતાં તેમાંથી એક કિલો કરતા પણ વધુ સોનું મળી આવ્યું હતું. જયારે બીજી બાજુ સોમવારે ધરપકડ કરાયેલા જેતપુરના શખ્સને પાંચ દિવસના રિમાન્ડ પર લઇને પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસે પડધરીની બેંકના લોકરની કરી તપાસ:-

રાજકોટ જિલ્લાની મોટી ધાણેજ સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે ખરીદ કરવામાં આવેલી મગફળી જેતપુર તાલુકાના પેઢલા ગામે આવેલા ગોડાઉનમાં પહોંચે તે અગાઉ જ મગન ઝાલાવાડિયા અને તેના મળતિયાઓ દ્વારા મગફળીમાં ધૂળના ઢેફા ભેળવી દીધા હતા અને તેની સામે સારી મગફળીનો જથ્થો બહાર કાઢીને ચોરી લીધો હતો. આ ચોરાઉ મગફળીના જથ્થાને કેશોદની એક મિલમાં વેચી દેવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડ બહાર આવતાં પોલીસે ગુજકોટના મેનેજર મગન ઝાલાવાડિયા સહિત 30 શખ્સોની ધરપકડ કરી હતી. જેના અંતર્ગત રિમાન્ડ પર રહેલા મગન ઝાલાવાડિયાના પડધરીની બેંકના રહેલા લોકરની ડીવાયએસપી જે. એમ. ભરવાડ સહિતની પોલીસ ટીમે મંગળવારે તપાસ કરી હતી.

પોલીસે મળેલાં સોનાંને સીલ કરી ફરીથી લોકરમાં મૂકાવી દીધું:-

પડધરી સ્થિત બેંકના અધિકારીઓને અને સાક્ષીઓને સાથે રાખીને ડીવાયએસપી જે.એમ. ભરવાડ સહિતની પોલીસ ટીમે લોકરની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન મગન ઝાલાવાડિયાના લોકરમાંથી એક કિલોથી વધુ સોનાંના દાગીના મળી આવ્યા હતા. પોલીસે જ્વેલર્સ અને વેલ્યૂઅરને પણ સાથે રાખીને લોકરમાંથી મળી આવેલાં સોનાંની ખરાઈ કરી હતી. જેમાં આ સોનું રૂ.25 લાખથી વધુની કિંમતનું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મળી આવેલાં સોનાંને સીલ કરીને ફરીથી લોકરમાં મૂકાવી દીધું હતું. આ કૌભાંડના મુખ્ય કાવતરાબાજ મગન ઝાલાવાડિયા પાસે આનાથી પણ વધુ રોકડ રકમ અને સોનું હોવાની અને તે અન્ય બેંકના લોકરમાં પડ્યાં હોવાની શંકા સેવાઇ રહી છે અને પોલીસે તે દિશામાં પણ પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે મગન ઝાલાવાડિયાના પડધરી ખાતેના મકાનમાં પણ તપાસ કરી હતી.

વધુ એક આરોપીની ધરપકડ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા:-

બીજી બાજુ આ કૌભાંડમાં મગફળીમાં ધૂળ ભેળવવાનું કામ કરનાર જેતપુરના બિપીન શાંતિલાલ પટેલની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે બિપીન પટેલના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરીને તેને પોલીસ હવાલે કર્યો હતો.

આ બહુચર્ચિત એવા મગફળી કૌભાંડમાં આરોપીઓના રિમાન્ડ પૂરા થવામાં છે. પરંતુ, જામજોધપુર મંડળીએ ખરીદેલી અને પેઢલાના ગોડાઉનમાં રાખેલી મગફળીમાં ભેળસેળ થઇ હતી કે કેમ? તેમજ આ મંડળીના હોદેદારોની સંડોવણી છે કે કેમ?  તે વિગતો હજુ સુધી સ્પષ્ટ થઈ નથી આથી તપાસ સામે શંકા જાગી છે