Not Set/ અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રા મુદ્દે હાઇકોર્ટમાં દાખલ થઈ અરજી

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. અને તેમાયે અમદાવાદ એટલે કોરોના  વાઈરસનું એપી સેન્ટર કહી શક્ય તેવી ભયજનક રીતે સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મહામારી વચ્ચે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા સાદગી પૂર્વક નિકળે તેની મંદિર પરિસર દ્વારા તૈયારી કરવામાં આવી રહી  છે. ત્યારે આ મામલે હવે ગુજરાત […]

Ahmedabad Gujarat
2a1ba9f36192b1ede9c4d318e59d1706 અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રા મુદ્દે હાઇકોર્ટમાં દાખલ થઈ અરજી
2a1ba9f36192b1ede9c4d318e59d1706 અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રા મુદ્દે હાઇકોર્ટમાં દાખલ થઈ અરજી

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. અને તેમાયે અમદાવાદ એટલે કોરોના  વાઈરસનું એપી સેન્ટર કહી શક્ય તેવી ભયજનક રીતે સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મહામારી વચ્ચે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા સાદગી પૂર્વક નિકળે તેની મંદિર પરિસર દ્વારા તૈયારી કરવામાં આવી રહી  છે. ત્યારે આ મામલે હવે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર રોક લગાવતી કરાઈ છે.  અને અર્જન્ટ ચાર્જની સુનાવણી કરવા અરજદારે કોર્ટમાં માગ કરી છે.

અત્રે ઉલ્લેખીય છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા કોરોનાના સંકટ વચ્ચે ઓડિશાના પુરીથી આગામી 23 તારીખે યોજાનારી જગન્નાથજી મંદિરની રથયાત્રા પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખીને આ રથયાત્રા પર રોક લગાવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા જગન્નાથપુરીની રથયાત્રાને લઇને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી.

ત્યારબાદ હવે ગુજરાત હાઇકોર્ટમાં પણ અમદાવાદની રથયાત્રા ને લઈને અરજી થઈ છે. જેમા કોરોનાની મહામારીનો વચ્ચે રથયાત્રા ન કાઢવાની અરજી કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.