મહેસાણા/ ખેરાલુમાં રામલલાની શોભાયાત્રા પર પથ્થરમારાથી તંગદીલી

ખેરાલુમાં આજે બપોરે રામલલાની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને શોભાયાત્રામાં જઈ રહેલા કેટલાક લોકોને ઈજા થઇ હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અનં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

Gujarat Others
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 01 21T191623.868 ખેરાલુમાં રામલલાની શોભાયાત્રા પર પથ્થરમારાથી તંગદીલી

ખેરાલુમાં આજે બપોરે રામલલાની શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેને શોભાયાત્રામાં જઈ રહેલા કેટલાક લોકોને ઈજા થઇ હતી. આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અનં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ખેરાલુમાં બપોરે રામલલા ભગવાનની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં શોભાયાત્રા ખેરાલુમાં ફરી રહી હતી ત્યારે સૂર્ય નારાયણ ભગવાનના મંદિરથી હાટડીયા પોલીસ ચોકી તરફ જઈ રહી હતી. દરમિયાન શોભાયાત્રા બેલીમવાસ પાસે પહોંચી ત્યારે શોભાયાત્રા પર પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. લોકો ઘરના ધાબા પરથી શોભાયાત્રા પર પથ્થરમારો કરતા નજરે ચડતા હતા.

શોભાયાત્રામાં શ્રીરામના નારા લગાવતા ભક્તો પર પથ્થરમારો થતા કેટલાય ભક્તોને સામાન્ય ઈજા પહોંચી હતી. આ અંગે પોલીસને જાણ થતા વીસનગર ડીવાયએસપી તેમજ ખેરાલુ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પરિસ્થિતી વણસે નહી તે માટે અહીં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જેને પગલે પરિસ્થિતી હાલ કાબૂમાં હોવાનું પોલીસે જણાવ્યું હતું.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Ram Temple/ઝાલાવંશના જન્મદાત્રી પાટડી શક્તિ માતા મંદિર દ્વારા રામ મંદિરને લઈ અનોખુ આયોજન કરાયું

આ પણ વાંચો:ગુજરાત/પ્રાણ પ્રતિષ્ઠા થતાની સાથે જ ભાજપ લોકસભા ચૂંટણીનું ફૂંકશે રણશિંગુ, નડ્ડા ગુજરાતમાં ચૂંટણી કાર્યાલયનું કરશે ઉદ્ઘાટન

આ પણ વાંચો:Development/ભાવનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિકાસકામોનું કર્યું ખાતમુહૂર્ત અને લોકાર્પણ