Ram Temple/ ઝાલાવંશના જન્મદાત્રી પાટડી શક્તિ માતા મંદિર દ્વારા રામ મંદિરને લઈ અનોખુ આયોજન કરાયું

જેમાં પાટડી શક્તિમાતા મંદિરે રૂપિયા ૧ લાખની નવી ચલણી નોટોનો શણગાર, મહા આરતી,  ભજન સંધ્યા, ઘરમાં એક રૂપિયો, ચોખા અને કંકુની ભેટ અને ૫૦૧ દીકરીની ભવ્ય કળશ યાત્રા નીકળશે. આ દીકરીઓને પાટડી શક્તિ માતા મંદિર દ્વારા ભેટ…

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 21T165947.974 ઝાલાવંશના જન્મદાત્રી પાટડી શક્તિ માતા મંદિર દ્વારા રામ મંદિરને લઈ અનોખુ આયોજન કરાયું

@પ્રિયકાંત ચાવડા

Surendranagar News: સમગ્ર ભારતમાં અયોધ્યા રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઝાલાવાડના જન્મદાત્રી પાટડી શક્તિમાતા મંદિર-રાજગઢી દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

WhatsApp Image 2024 01 21 at 4.45.31 PM 1 ઝાલાવંશના જન્મદાત્રી પાટડી શક્તિ માતા મંદિર દ્વારા રામ મંદિરને લઈ અનોખુ આયોજન કરાયું

જેમાં પાટડી શક્તિમાતા મંદિરે રૂપિયા ૧ લાખની નવી ચલણી નોટોનો શણગાર, મહા આરતી,  ભજન સંધ્યા, ઘરમાં એક રૂપિયો, ચોખા અને કંકુની ભેટ અને ૫૦૧ દીકરીની ભવ્ય કળશ યાત્રા નીકળશે. આ દીકરીઓને પાટડી શક્તિ માતા મંદિર દ્વારા ભેટ પણ આપવામાં આવશે. સાથે પાટડીના ૨૦૧ દુકાનદારોને પેંડા અને ચવાણાના પ્રસાદનું વિતરણ કરવાની સાથે મંદિરમાં ૧૫૧ દીવા પ્રગટાવી, લાઈટિંગ સાથે રોશનીથી મંદિર પરિસરમાં ઝગમગાટ કરવામાં આવનાર છે.

WhatsApp Image 2024 01 21 at 4.45.31 PM 2 ઝાલાવંશના જન્મદાત્રી પાટડી શક્તિ માતા મંદિર દ્વારા રામ મંદિરને લઈ અનોખુ આયોજન કરાયું

આ ઉપરાંત પાટડી ખાતે આવેલ મુસ્લિમ સમુદાય સંચાલિત માસુમ હોસ્પિટલને રૂપિયા ૨૧,૦૦૦નું અનુદાન આપવામાં આવશે, તથા પાટડી પાંજરાપોળને બાજપાઈ નગર શક્તિ માતા મંદિર નિર્માણ માટે ૧૧,૦૦૦ રૂપિયા આપવામાં આવશે. પાટડી અંબિકાનગર સોસાયટીમાં તુલસીના છોડ અપાશે, રામ નામ લખવા નોટબુક અને બોલપેન અપાશે. તથા ક્ષત્રિય સમાજના સમુહ લગ્નમાં શક્તિ માતા મંદિર પાટડી તરફથી સાડીની ભેટ પણ આપવામાં આવશે, તેમ પાટડી શક્તિ માતા મંદિરના વ્યવસ્થાપક રસિકભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ હતુ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓનો ઉપયોગ કરશો તો દંડાશો, સાબરકાંઠા કલેક્ટરે બહાર પાડ્યું જાહેરનામું

આ પણ વાંચો:Ram Temple Celebration/આવતીકાલે રાજ્યની તમામ સરકારી શાળાઓમાં અડધા દિવસની રજા જાહેર

આ પણ વાંચો:Harni Boat Accident/વડોદરામાં દુર્ઘટના સર્જાયા બાદ હવે શાળાઓએ પ્રવાસના આયોજન રદ કર્યા