Gujarat University/ ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા આધુનિક ટેનિસ કોર્ટની દયનીય હાલત

ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જંગલી વનસ્પતિઓ અને કચરો ફેંકવાનું સ્થાન બન્યું છે. કોરોના કાળ સમયે બનીને લગભગ તૈયાર થઈ ચૂકેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની હાલત ભૂતિયા કોમ્પ્લેક્ષ……

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 09T145342.451 ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા આધુનિક ટેનિસ કોર્ટની દયનીય હાલત

@અનિતા પરમાર

Gujarat News: ગુજરાત યુનિવર્સિટીના સ્પોર્ટ્સ કોમ્પલેક્સ (Sports Complex)માં અંદાજે રૂપિયા 5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું ટેનિસ કોર્ટ (Tennis Court) જંગલી વનસ્પતિયુક્ત બની અત્યારે ખંડેર હાલતમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. કોવિડ વખતે બનીને લગભગ તૈયાર થઈ ચૂકેલા આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં ભ્રષ્ટાચારના પોપડા ઉખડવા લાગ્યા છે. 7 આધુનિક ટેનિસ કોર્ટ તૈયાર હોવા છતાં વિદ્યાર્થીઓ કે ખેલાડીઓ તેનો ઉપયોગ કરી શકે તેવું દેખાતું જ નથી. સંચાલકો દ્વારા રમતના મેદાન અને ખેલાડીઓ પ્રત્યેની લાપરવાહી રાજ્યના ભવિષ્યના ખેલાડીઓનું ભાવિ ધૂંધળુ જ રહેશે તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.

WhatsApp Image 2024 02 09 at 2.25.47 PM ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા આધુનિક ટેનિસ કોર્ટની દયનીય હાલત

ગુજરાત રાજ્યની સૌથી જૂની, સૌથી મોટી અને નંબર 1 કહેવાતી ગુજરાત યુનિવર્સિટીની વાસ્તવિકતા કંઈક અલગ જ છે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં કરોડોના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જંગલી વનસ્પતિઓ અને કચરો ફેંકવાનું સ્થાન બન્યું છે. કોરોના કાળ સમયે બનીને લગભગ તૈયાર થઈ ચૂકેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની હાલત ભૂતિયા કોમ્પ્લેક્ષ જેવી બની છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાંથી ભ્રષ્ટાચારના પોપડા ઉખડવા લાગ્યા છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ ભવનોમાં ચાલતા કામકાજમાં નીકળતો કચરો ફેંકવાની જગ્યા બન્યું છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની અંદરની તરફ 7 આધુનિક ટેનિસ કોર્ટ બનીને તૈયાર છે, પરંતુ વિદ્યાર્થીઓ અથવા ખેલાડીઓ માટે કોઈ જ કામના નથી.

WhatsApp Image 2024 02 09 at 2.29.35 PM ગુજરાત યુનિવર્સિટીમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલા આધુનિક ટેનિસ કોર્ટની દયનીય હાલત

મુખ્ય ટેનિસ કોર્ટમાં 2 હજાર જેટલી દર્શકોની બેઠક વ્યવસ્થા તેમજ ખેલાડીઓના રોકાણ સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. મુખ્ય ટેનિસ કોર્ટમાં જ જંગલી વનસ્પતિઓ ઊગી નીકળી છે, તમામ ખુરશીઓ પર માત્ર ધૂળ અને પક્ષીઓની ચરક જોવા મળી રહી છે. કોરોનાકાળ સમયે તૈયાર થઈ ચૂકેલા આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના લાભથી ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત ખેલાડીઓ આજ દિન સુધી વંચિત રહ્યાં છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યપાલ દ્વારા એનસીસી કેડેટ્સનું રાજભવન ખાતે સન્માન કરાયું

આ પણ વાંચો:અલંગ યાર્ડમાં લોખંડની પ્લેટ પડતા કામદારનું મોત

આ પણ વાંચો:પાટનગરમાં આવકવેરા વિભાગના દરોડા, વેપારીઓમાં ફફડાટ