Not Set/ JNU માં નાઝી સ્ટાઇલ અપનાવી રહ્યુ છે સંઘ પરિવાર : પી વિજયન

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, જ્યાં રવિવારની સાંજની હિંસા પર સરકાર અને વિરોધી પક્ષો સામ-સામે આવી ગયા છે, જ્યારે કેરળનાં મુખ્યમંત્રી પી વિજયને તો ત્યા સુધી કહ્યું છે કે, સંઘ પરિવારને આ લોહિયાળ રમત બંધ કરવી જોઈએ. પી વિજયને કહ્યું કે, વિદ્યાર્થીઓ પર હુમલો એ અસહિષ્ણુતાનું પરિણામ છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનાં કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર […]

Top Stories India
pinarayi vijayan JNU માં નાઝી સ્ટાઇલ અપનાવી રહ્યુ છે સંઘ પરિવાર : પી વિજયન

દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી, જ્યાં રવિવારની સાંજની હિંસા પર સરકાર અને વિરોધી પક્ષો સામ-સામે આવી ગયા છે, જ્યારે કેરળનાં મુખ્યમંત્રી પી વિજયને તો ત્યા સુધી કહ્યું છે કે, સંઘ પરિવારને આ લોહિયાળ રમત બંધ કરવી જોઈએ.

પી વિજયને કહ્યું કે, વિદ્યાર્થીઓ પર હુમલો એ અસહિષ્ણુતાનું પરિણામ છે. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનાં કેમ્પસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર નાઝી શૈલીમાં હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો તે લોકો દ્વારા કરવામાં આવ્યો હતો જેઓ દેશમાં અશાંતિ અને હિંસા ઉભી કરવા માંગે છે. સંઘ પરિવારે કેમ્પસમાં આ લોહીયાળ રમત બંધ કરવી જોઈએ. સારું રહેશે જો તેઓ સમજી જાય કે વિદ્યાર્થીઓનો અવાજ એ ભૂમિનો અવાજ છે.

ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ સાથે જેએનયુ હિંસા અંગે વાત કરી છે. તેમણે દિલ્હી પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક સાથે પરિસ્થિતિનો હિસ્સો લેવા વાત કરી છે. દિલ્હી પોલીસે જોઇન્ટ સી.પી. શાલિની સિંહને આ મામલાની તપાસ કરીને રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.

જેએનયુ હિંસા અંગે રાહુલ ગાંધીએ કહ્યું છે કે, આપણો દેશ ફાંસીવાદી તાકતોનાં નિયંત્રણમાં છે. જેએનયુમાં આજે જે બન્યું આ તેનું જ પરિણામ છે. જેએનયુનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપર માસ્ક પહેરીને આવેલા અજાણ્યા લોકો દ્વારા નિર્દયતાથી હુમલો કરવામાં આવ્યો, જેમા ઘણા ગંભીર રીતે ઘાયલ થયા હતા. આપણો દેશ ફાંસીવાદી તાકતોનાં નિયંત્રણમાં છે. આપણા બહાદુર વિદ્યાર્થીઓનાં અવાજથી આ લોકો ડરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.