@ નિકુંજ પટેલ
- મૈતેઈ સંગઠ્ઠનના શખ્સો ઘરમાંથી ઉઠાવી ગયા હતા
- પોલીસે જવાનોનો કાફલો ખડક્યો
મણીપુરમાં મંગળવારે અપહરણ કરાયેલા એડિશનલ એસપી (એએસપી) અમિત માયેંગબામને પોલીસે અને સુરક્ષાદળોએ છોડાવી લીધા છે. તેમનું અપહરણ મૈતેઈ સંગઠ્ઠન અરામબાઈ તેંગગોલની કેડરે કર્યું હતું. ઈમ્ફાલ પુર્વની આ ઘટના મંગળવારે સાંજે અંદાજે 6.20 વાગ્યે બની હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ ઈમ્ફાલ પુર્વમાં ફરી એકવાર તણાવનો માહોલ છે. દરમિયાન પરિસ્થિતી પર કાબૂ મેળવવા સેના બોલાવામાં આવી છે અને આ વિસ્તારમાં આસામ રાઈફલ્સની ચાર ટૂકડીઓ ગોઠવી દેવામાં આવી છે.
મૈતેઈ સંગઠ્ઠનના કેટલાક શખ્સોએ એએસપી અમિત માયેંગબામના ઘર પર હુમલો કરી દીધો હતો. તે સમયે સુરક્ષા ગાર્ડ અને હથિયારો સાથે આવેલા બદમાશો વચ્ચે ફાયરિંગ પણ થયું હતું. જેમાં ચાર વાહનોને નુકશાન થયું હતું. ત્યારબાદ મૈતેઈ સંગઠનના લોકોએ એએસપીનું અપહરણ કર્યું હતું. એએસપી અમિતે થોડા દિવસ પહેલા વાહન ચોરીના ગુનામાં મૈતેઈ સંગઠ્ઠનના અરામબાઈ તેંગબોલના છ શખ્સોની ધરપકડ કરી હતી. ત્યારબાદ સંગઠ્ઠનના શખ્સોએ તેમના છુટકારા માટે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું.
મણીપુરના મુખ્યમંત્રી એન બિરેનસિંહે 25 ફેબ્રુઆરીએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જાતિય તણાવને દૂર કરવા માટે શાતિની પહેલ શરૂ થઈ ગઈ છે. હવે આપણે ગભરાવાની જરૂર નથી. કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ ક્ષેત્રોમાં સુરક્ષા બળો તહેનાત કરી દેવામાં આવશે.
મણીપુરમાં ચુરાચાંદપુર જીલ્લ્માં 15 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે 300 થી 400 જણાના ટોળાએ એસપી અને ડીસી ઓફિસ ઉપર હૂમલો કરી દીધો હતો. સાથે એક બસ સહિત અનેક ગાડીઓમાં આગ લગાવી દીધી હતી. મણીપુર પોલીસના જણાવ્યા મુજબ જવાબમાં રેપિડ એકશન ફોર્સ(આરએએફ) સહિત અન્ય સુરક્ષા દળોએ ટીયર ગેસના સેલ છોડ્યા હતા. સુરક્ષા દળોએ ફાયરિંગ પણ કર્યું હતું. જેમાં બે જણાના મોત નીપજ્યા હતા. જેમાં 40થી વધુ લોકો ઘાયલ થયા હતા.
તે સિવાય મમીપુરમાં ઈમ્ફાલ પુર્વમાં 13 ફેબ્રુઆરીના રોજ ઉગ્રવાદીઓએ પેંગઈના પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં હૂમલો કર્યો હતો અને શસ્ત્રો લૂંટવાની કોશિષ કરી હતી. જેમાં એકનું મોત અને ત્રણ ઘાયલ થયા હતા. તે સિવાય તેજપુર વિસ્તારમાં ઈન્ડીયા રિઝર્વ બટાલિયનની પોસ્ટ ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. અહીંથી એકે 47, 4 કાર્બાઈન, 3 રાયફલ, 2 એલએમજી અને કેટલાક ઓટોમેટિક હથિયારો પણ લૂંટી લેવાયા હતા. ગોળીબાર, હથિયારોની લૂંટ અને હુમલાના વિડીયો પણ સામે આવ્યા હતા.
મણીપુરમાં 3 મે 2023માં કુકી અને મૈતેઈ વચ્ચે થયેલી જાતિય હિંસામાં 200થી વધુ મોત, 1100 જણા ઘાયલ થયા હતા. રાજ્યમાં 65,000 થી વધુ લોકો પોતાના ઘર છોડીને જતા રહ્યા છે. 6,000 જેટલા કેસ દાખલ થયા છે અને 144 જણાની ધરપકડ થઈ છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
