ગુજરાત/ અમદાવાદ એરપોર્ટ રનવેનું કામ આજથી શરૂ, 22 મે સુધી અમદાવાદની 32 ફ્લાઇટ રદ

રાજ્યમાં ઉત્તરાયણનો પર્વ બાદ આજ (સોમવાર) થી અમદાવાદ એરપોર્ટ રન વે રીકાર્પેટનું કામ શરૂ થશે. રન વેની કામગીરી ચાલતી હોવાથી 22 મે સુધી ફ્લાઇટ 9 કલાક સુધી બંધ રહેશે.

Top Stories Ahmedabad Gujarat
અમદાવાદ એરપોર્ટ રનવે
  • આજથી અમદાવાદ એરપોર્ટ રન-વે રીકાર્પેટ શરૂ થશે
  • રીકાર્પેટ કાર્યના કારણે 22 મે સુધી ફ્લાઇટ રહેશે બંધ
  • મહદઅંશે સવારે 9 થી સાંજે 6 સુધી ફ્લાઇટ બંધ
  • રન-વે આંતરરાષ્ટ્રીય ધારા-ધોરણનો બનાવાશે
  • 22 મે સુધી અમદાવાદની 32 ફ્લાઇટ રદ્
  • ફ્લાઇટના સમયથી ત્રણ કલાક પહેલાં પહોંચવું

રાજ્યમાં ઉત્તરાયણનો પર્વ બાદ આજ (સોમવાર) થી અમદાવાદ એરપોર્ટ રન વે રીકાર્પેટનું કામ શરૂ થશે. રન વેની કામગીરી ચાલતી હોવાથી 22 મે સુધી ફ્લાઇટ 9 કલાક સુધી બંધ રહેશે. મહદ અંશે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી ફ્લાઇટ બંધ રહેશે.

આ પણ વાંચો – Covid-19 / રવિવારની સરખામણીએ આજે 4 ટકા ઓછા નોંધાયા કોરોનાનાં કેસ, જાણો પૂરી વિગત

અમદાવાદ એરપોર્ટ પર રનવેની કામગીરી એકવાર ફરી શરૂ કરી દેવામાં આવી છે. જે બાદ હવે ફ્લાઇટ સવારે 8 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા બાદ જ ઓપરેટ કરવામાં આવશે. સમગ્ર મુદ્દે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અગાઉથી જ જાણ કરી દેવામાં આવી છે. જેથી મુસાફરોને વધારે તકલીફ ન પડે. મળી રહેલી માહિતી અનુસાર, 22 મે સુધી અમદાવાદની અંદાજે 32 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. વળી જો તમારે ફ્લાઇ પકડવાની હોય તો તમારે એરપોર્ટ પર સમયથી ત્રણ કલાક પહેલા પહોંચવુ જરૂરી છે. 

  • અમદાવાદ એરપોર્ટ પર રન વેનું કામ શરૂ થશે
  • આજથી એરપોર્ટના રન વેનું કામ શરૂ થશે
  • સવારે 9 થી સાંજે 6 સુધી તમામ ફ્લાઇટ બંધ થશે
  • દરરોજ 9 કલાક એરપોર્ટ પર રન વે રહેશે બંધ
  • અમદાવાદ, દિલ્હી,ગોવાની 32 ફ્લાઇટો રદ્દ
  • અન્ય ફ્લાઇટના ટાઇમમાં ફેરફાર કરાયો
  • આજથી 5 મહિના સુધી ચાલશે કામકાજ

આ પણ વાંચો – સંબોધન / PM મોદી આજે વર્લ્ડ ઇકોનોમિક ફોરમનાં દાવોસ એજન્ડામાં કરશે વર્ચ્યુઅલી વિશેષ સંબોધન

અમદાવાદમાં રનવેનું કામ ચાલુ થવાથી અમદાવાદ, દિલ્હી અને ગોવાની 32 જેટલી ફ્લાઇટ રદ કરી દેવામાં આવી છે. વળી આ ઉપરાંત અન્ય ફ્લાઇટ્સનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, આજ (સોમવાર) થી 5 મહિના સુધી એરપોર્ટ રનવેનું કામકાજ ચાલશે. ઉલ્લેખનીય છે કે, જે લોકોએ એડવાન્સમાં ફ્લાઇટનું બૂકિંગ કરાવી દીધું છે તેમને તકલીફ ન પડે તે માટે ફ્લાઈટ્સ મર્જ કરવવામાં આવશે. સૌથી મહત્વની વાત એ છે કે રિકાપેંટિગની કામગીરીથી એર ઈન્ડિયાની કોઈ પણ ફ્લાઈટ રદ નહી કરવામાં આવે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…