વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં રાજ્યના તમામ કર્મચારી મહામંડળ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જુના સચિવાલય ખાતેથી “નમો કે નામ રક્તદાન” કેમ્પનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો. સચિવાલય સહિત રાજ્યમાં 370 થી વધુ જગ્યાએ એકદિવસીય બ્લડ ડોનેશન કેમ્પ1.27 લાખથી વધુ લોકોએ બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર ભારતમાં જ નહીં વિદેશમાં પણ રક્તદાન મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો મેગા રક્તદાન કેમ્પ યોજાશે. 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસના અવસર પર રક્તદાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તેરાપંથ યુવક પરિષદ દ્વારા રક્તદાન અમૃત મહોત્સવ 2.0નું આયોજન કરવામાં આવ્યું છે. આયોજકોનું માનવું છે કે આ અભિયાન સેવા, એકતા અને જીવપ્રેમનો સંદેશ ફેલાવશે. આ આયોજનમાં 50થી વધુ સામાજિક સંસ્થા, વેપારીઓ, શૈક્ષણિક સંસ્થાઓ જોડાશે અને આ રક્તદાન મહોત્સવ દ્વારા 3 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
______________________________________________________________________________________________________
આ પણ વાંચો: ગુજરાતના પોલીસ સ્ટેશનોનું રેન્કિંગ હવે સિટીઝન સેન્ટ્રીક કામગીરી અને સુવિધાઓ પર આધારિત થશે
આ પણ વાંચો: ગુજરાત પોલીસ ફરિયાદોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવા માટે સતત પ્રયત્નશીલ
આ પણ વાંચો: 17 મી સપ્ટેમ્બરથી “સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” અભિયાનનો દેશવ્યાપી પ્રારંભ…
