Ankleshwar News : ભરૂચના અંકલેશ્વરમાં નવજાત બાળકીનો મૃતદેહ (Dead Body)મળી આવતા ચકચાર મચી ગઈ છે. નર્મદા મૈયા બ્રિજ નીચે સ્થાનિક નાવિકોની નજરે મૃતદેહ પડેલો જોવા મળ્યો હતો. ત્યારબાદ સામાજિક કાર્યકરે પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો લીધો હતો.
નર્મદા મૈયા બ્રિજ નીચે Dead Body મળી
અંકલેશ્વરના નર્મદા મૈયા બ્રિજ (Narmada Maiya Bridge)નીચે નદી કિનારે નવજાત બાળકી (Newborn Death)નો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક નાવિકોની નજરે મૃતદેહ પડેલો આવતા તેમણે આ અંગે આસપાસના લોકોને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા.
ઘટનાની જાણ એક સામાજિક કાર્યકરને થતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બાળકીના મૃતદેહનો કબજો લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
બાળકીના વાલી-વારસ અંગે તપાસ
પોલીસ (Police) દ્વારા હવે મૃતક નવજાત બાળકીના વાલી-વારસ કોણ છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બાળકીનો જન્મ ક્યાં થયો હતો અને તેને નદી કિનારે કોણ મૂકી ગયું તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આસપાસના વિસ્તારના લોકો પાસેથી પણ માહિતી મેળવવામાં આવી રહી છે. બાળકીના વાલી-વારસ સુધી પહોંચવા માટે પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.
મૃતદેહ નર્મદા કિનારે કેવી રીતે પહોંચ્યો?
નવજાત બાળકીનો મૃતદેહ નર્મદા મૈયા બ્રિજ નીચે કેવી રીતે પહોંચ્યો તે સૌથી મોટો સવાલ છે. બાળકીનું મૃત્યુ કયા સંજોગોમાં થયું અને મૃતદેહ અહીં કોણ મૂકીને ગયું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. હાલ પોલીસે નવજાત બાળકીના મૃતદેહનો કબજો લઈ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસ બાદ જ બાળકીના મોતનું ચોક્કસ કારણ અને મૃતદેહ નર્મદા (Narmada)કિનારે પહોંચવા પાછળનું રહસ્ય સ્પષ્ટ થશે. હાલ તો નવજાત બાળકીનો મૃતદેહને લઈ અનેક સવાલો ઊભા થયા છે.
આ પણ વાંચો:પાકિસ્તાનમાં મોટી હોનારત; હોસ્પિટલના વોર્ડમાં એસી બ્લાસ્ટ થવાથી 15 નવજાત બાળકોના મોત
આ પણ વાંચો: અમરાવતી હોસ્પિટલના NICUમાં આગ, 3 નવજાત શિશુઓનાં મોત
આ પણ વાંચો: બોટાદમાં માનવતા શરમાઈ! સળગેલા કચરામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
