Love Jihad in Vadodara: વડોદરાના માંજલપુર વિસ્તારમાં ફરી એકવાર ‘લવ જેહાદ’નો મામલો સામે આવ્યો છે, જેણે સમાજમાં ચર્ચા અને ચિંતાનો વિષય ઊભો કર્યો છે. એક મુસ્લિમ યુવકે હિંદુ નામ ધારણ કરીને એક યુવતીને પ્રેમના જાળમાં ફસાવી, તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને લગ્નના ખોટા વાયદા કર્યા. આ ઘટનાએ ધર્મ અને વિશ્વાસના નામે થતી છેતરપિંડીના મુદ્દાને ફરી ચર્ચામાં લાવ્યો છે.
[fvplayer id=”117″]
આરોપી ઈકબાલ રસૂલભાઈ પરમાર, જે કરજણ તાલુકાના ખેરડા ગામનો રહેવાસી છે, તેણે પોતાનું નામ ‘પ્રતીક પટેલ’ તરીકે રજૂ કરીને એક હિંદુ યુવતી સાથે મિત્રતા કેળવી હતી. ધીમે ધીમે આ મિત્રતા પ્રેમમાં બદલાઈ, અને ઈકબાલે યુવતીને લગ્નના વાયદા આપીને વિશ્વાસ જીત્યો. આ વિશ્વાસનો લાભ લઈ તે યુવતીને રાજસ્થાન લઈ ગયો, જ્યાં તેણે તેની સાથે વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા. યુવતી આ દરમિયાન ત્રણ વખત ગર્ભવતી પણ બની હતી.
જ્યારે યુવતીને ખબર પડી કે ‘પ્રતીક પટેલ’ નામનો આ યુવક ખરેખર ઈકબાલ પરમાર છે અને તે મુસ્લિમ છે, ત્યારે તેને આઘાત લાગ્યો. યુવતીએ તેની સાથેના સંબંધો તોડી નાખવાનો નિર્ણય કર્યો, પરંતુ ઈકબાલે તેને બદનામ કરવાની ધમકી આપી અને સંબંધો ચાલુ રાખવા દબાણ કર્યું. આખરે, યુવતીએ હિંમત દાખવી અને માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી.
ફરિયાદના આધારે માંજલપુર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અને આરોપી ઈકબાલ પરમારની ધરપકડ કરી. હાલમાં આરોપીને ત્રણ દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે, અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:વડોદરાના બાજવામાં વરસાદથી માનવસર્જિત પૂર, નાગરિકોમાં રોષ
આ પણ વાંચો:વડોદરાના ઉંડેરામાં પાણી ભરાયું, નાગરિકો 5 દિવસથી હાલાકી વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા
આ પણ વાંચો:વડોદરા: શહેરમાં ફરી બની હિટ એન્ડ રનની ઘટના, યુવતીનું મોત
