Vadodara News/ વડોદરા: શહેરમાં ફરી બની હિટ એન્ડ રનની ઘટના, યુવતીનું મોત

ફતેગંજ પોલીસે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી

Gujarat Vadodara

Vadodara News : વડોદરા શહેરમાં ફરીથી હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ફતેગંજ બ્રિજ પાસે અજાણ્યા વાહને 2 યુવતીઓને અડફેટે લીધી હતી. જેમાં મોડી રાત્રે નોકરીથી ઘરે જતી યુવતીઓને અકસ્માત નડ્યો હતો. જેમાં પૂરઝડપે જતા વાહને મોપેડ સવાર યુવતીઓને અડફેટે લીધી હતી.

અકસ્માતના આ બનાવમાં એક યુવતીનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અકસ્માતની ઘટનામાં અન્ય યુવતીની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

અકસ્માત એટલો જોરદાર હતો કે યુવતીને 300 મીટર સુધી ઢસડીને બ્રિજ પર લઈ ગયો હતો. આ અંગે ફતેગંજ પોલીસે વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં 17 વર્ષીય વિદ્યાર્થી પર હુમલો: વીડિયો વાયરલ

આ પણ વાંચો:અમદાવાદના કૃષ્ણનગરમાં શિક્ષકનો વિદ્યાર્થીઓ પર હુમલો, CCTV વાયરલ

આ પણ વાંચો:અમદાવાદ બાદ મહિસાગરમાં વિદ્યાર્થી પર ચાકૂના ઘા મારી હુમલો