Gujarat News : જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથક સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ કાળા ડીબાંગ વાદળો છવાયા હતા અને બંદર વિસ્તારમાં દરિયા કિનારે વરસાદી ઝાપટાં પડ્યાં હતા. વરસાદના કારણે ઠંડીમાં વધુ વધારો જોવા મળ્યો હતો.
કમોસમી વરસાદ (unseasonal rains)ના કારણે જીરુ, રાયડો અને ઇસબગુલ જેવા શિયાળુ પાકોને ભારે નુકસાન થવાની ભીતિ
કચ્છમાં ભુજ, ઢોરો, માનકુવા, કોડકી અને મખણા સહિતના વિસ્તારોમાં તેમજ ગાંધીધામ વિસ્તારમાં પણ કમોસમી વરસાદી (unseasonal rains)ઝાપટાં નોંધાયા હતા. વરસાદના કારણે જીરુ, રાયડો અને ઇસબગુલ જેવા શિયાળુ પાકોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે.

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બપોર બાદ અચાનક ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. રાજકોટ શહેરમાં યાજ્ઞિક રોડ, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, ધર્મેન્દ્ર રોડ, પેલેસ રોડ અને જામનગર રોડ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદી (unseasonal rains)ઝાપટાં પડ્યાં હતા, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના પંથક, માંગરોળ અને વડિયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ (unseasonal rains)પડ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમી વારે વરસાદી ઝાપટાં પડતા ચણા, તુવેર, જીરુ જેવા પાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.
જામનગર જિલ્લામાં બપોર સુધી વાદળછાયા વાતાવરણ બાદ ફરી એકવાર કમોસમી વરસાદ (unseasonal rains)શરૂ થયો હતો. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતાં જનજીવન પર અસર જોવા મળી હતી.

કમોસમી વરસાદ (unseasonal rains)ના કારણે ખરીદી કેન્દ્રો પર ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે. મગફળીની ગાડીઓ ભરીને ગોડાઉનમાં મોકલવાની ફરજ પડી છે અને તાલપત્રી સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.
