ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજ્યના 17 મા મુખ્યમંત્રી તરીકે બપોરે 2.20 કલાકે પદ અને ગુપ્તતાના શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. ભૂપેન્દ્ર પટેલ આજે એકલા શપથ લેશે. અગાઉ રવિવારે સાંજે ભૂપેન્દ્ર પટેલે રાજભવન ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને મળ્યા હતા અને સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો.
Live Updates
- ભુપેન્દ્ર પટેલે ગુજરાતનાં નવા CM તરીકે લીધાં શપથ
- ગુજરાતનાં 17મા મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા
- રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપથ
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં હાજર
- ભાજપ શાસિત ચાર રાજ્યોનાં CM કાર્યક્રમમાં હાજર
- શિવરાજસિંહ ચૌહાણ,મનોહરલાલ ખટ્ટર રહ્યાં હાજર
- પ્રમોદ સાવંત,બસવરાજ બોમ્વઇ પણ ઉપસ્થિત
Updates : 14:16
નવા મુખ્યમંત્રીનો કાફલો રાજભવન પહોંચ્યો છે.

Updates : 13:56
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને બીજા રાજ્યો ના મુખ્યમંત્રી શપથવિધિ સમારોહમાં જવા રવાના.
Updates : 13:36
શપથવિધિ સમારોહમાં અનાર પટેલ પહોંચ્યા છે.
Updates : 12:50
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, સીઆર પાટીલ, નરેન્દ્ર સિંહ તોમર, મનસુખ માંડવિયા, નીતિન પટેલ અને અન્ય ઘણા નેતાઓ સર્કિટ હાઉસ પહોંચ્યા છે. અહીંથી અમે થોડા સમયમાં રાજભવન જવા રવાના થશે, જ્યાં શપથ ગ્રહણ થવાનું છે.
સુસ્વાગતમ્…
ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જી નું અમદાવાદ હવાઈમથક ખાતે ભાવભીનું સ્વાગત કર્યું હતું. pic.twitter.com/dxO7zvLCJh
— Bhupendra Patel (@Bhupendrapbjp) September 13, 2021
Updates : 12:43
HM અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા
Gujarat: Union Home Minister Amit Shah arrives at the airport in Ahmedabad
CM-designate Bhupendra Patel (in grey shirt) was also present at the airport. Patel will be sworn in as Gujarat CM, later today. pic.twitter.com/ZZtZcUkvpW
— ANI (@ANI) September 13, 2021
Updates : 12:17
ગુજરાત રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની તેમના ગાંધીનગર ખાતે ના નિવાસ્થાને મુલાકાત લીધી.

Updates : 11:14
- પદનામિત CM પહોંચ્યા ગાંધીનગર
- પદનામિત CM અને વિજય રૂપાણીની મુલાકાત
- CM નિવાસ સ્થાને પદનામિત CMની મુલાકાત

Updates : 10:47
પદનામિત મુખ્યમંત્રી છારોડી ગુરુકુલથી રવાના થયા છે, હવે તેઓ ગાંધીનગર સીએમ નિવાસસ્થાને જશે, જ્યાં તેઓ વિજય રૂપાણી સાથે મુલાકાત કરશે.
Updates : 9:50
શપથ ગ્રહણ પહેલા ભુપેન્દ્ર પટેલે નીતિન પટેલ સાથે મુલાકાત કરી છે. જે બાદ નીતિનભાઇ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે ભુપેન્દ્ર પટેલ મારા જૂના મિત્ર છે અને વર્ષોથી અમારો પારિવારિક સંબંધ છે, મેં તમના ધારાસભ્ય કાર્યાલયનું મેં ઉદ્ધાટન કરેલું છે. નીતિન પટેલ આગળ કહ્યું હું ભુપેન્દ્ર પટેલની સાથે જ છું. હું બિલકુલ નારાજ નથી.
ગુજરાતના નવા મુખ્યમંત્રી સાથે મુલાકાત નિતિન પટેલે કહ્યું કે તેમણે પોતાના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા છે. તેમણે કહ્યું કે તે લોકોના દિલમાં રહે છે. ભૂપેન્દ્રભાઇ મારા જૂના મિત્ર છે અમારો વર્ષો જૂનો પારિવારિક સંબંધ છે. જનતાના હદયમાં સ્થાન હોવું જરૂરી છે. પાર્ટીએ મને જવાબદારી આપી મોટો બનાવ્યો છે. હું 18 વર્ષનો હતો ત્યારથી ભાજપનો કાર્યકર છું.
Gujarat CM-designate Bhupendra Patel meets BJP leader Nitin Patel in Ahmedabad, ahead of the oath-taking ceremony today pic.twitter.com/va04WFhrjV
— ANI (@ANI) September 13, 2021
નિતિન પટેલ કહ્યું કે હું અટકળોની પરેશાન નથી. ભૂપેન્દ્રભાઇ અમારા પોતાના છે. તેમણે મને એક ધારાસભ્યના રૂપમાં પોતાની ઓફિસનું ઉદઘાટન કરવા બોલાવ્યા હતા. મને ફરક નથી પડતો કે લોકો શું કહે છે અને શું વિચારે છે.
આ પણ વાંચો :અમારી પાર્ટી દ્વારા સતત અભિયાનનાં કારણે વિજય રૂપાણીને આપવુ પડ્યું રાજીનામુંઃ હાર્દિક પટેલ
4 રાજ્યોના મુખ્યમંત્રી રહેશે હાજર
આ શપથવિધિ સમારોહમાં ચાર રાજ્યોના મુખ્યમંત્રી હાજર રહેશે. જેમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામેલ છે. કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ, અસમના સીએમ હિમંત બિસ્વા પણ હાજર રહેશે. આ ઉપરાંત હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટર પણ હાજર રહી શકે છે.
55 વર્ષીય ભૂપેન્દ્ર પટેલને રવિવારે અમદાવાદમાં સર્વસંમતિથી ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પટેલના નામની દરખાસ્ત કરી હતી. CM રૂપાણીએ શનિવારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. 182 સભ્યોની વિધાનસભામાં ભાજપના 112 ધારાસભ્યોમાંથી મોટાભાગના બેઠકમાં હાજર હતા.
આ પણ વાંચો :CM બની ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા આ મંદિરે, મહંત-પૂજારીઓ પાસેથી મેળવ્યા આશિર્વાદ
ગુજરાત ના નવા મુખ્યમંત્રીના ઘરે ભૂપેન્દ્ર પટેલના ખુશી માહોલ છે. પાડોશીઓએ મોં મીઠું કરાવીને શુભેચ્છા પાઠવી છે. તો બીજી તરફ મુખ્યમંત્રી તરીકે નિતિન પટેલની પસંદગી ન થતાં તેઓ નારાજ હોવાની ચર્ચા ચાલી રહી છે. મીડિયાના આગમન બાદ નિતિન પટેલના ઘરના દરવાજા બંધ કરવામાં આવ્યા છે.
આપને જણાવી દઈએ કે, CM ભૂપેન્દ્ર પટેલ પોતાના નિવાસ સ્થાનેથી નિતિન પટેલ ના ઘરે રવાના થશે. પદનામીત મુખ્યમંત્રીના આગમન પહેલા CM સિક્યોરિટી નીતિન પટેલના ઘરે પહોચી ગઇ છે. ત્યારબાદ મેમનગર- ગુરુકુળ SGVP મંદિર, સાંઈ મંદિર, થલતેજ પણ જશે. ત્યાં બપોરે 12 વાગે એરપોર્ટ પર પહોંચશે.
કડવા પટેલને મોકો
આ વખતે કડવા પટેલને મોકો આપવામાં આવ્યો છે. વિજય રૂપાણી પહેલા ગુજરાતના મુખ્યમંત્રી પદે રહેલા આનંદીબેન પટેલ લેઉવા પટેલ હતા. ઉલ્લેખનીય છે કે ચીમનભાઈ પટેલ, બાબુભાઈ પટેલ અને કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી પદ પર બે-બે ટર્મ સુધી રહ્યા હતા.
આ પણ વાંચો :નવા મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ, પ્રહલાદ જોશી અને નરેન્દ્ર સિંહ તોમર આજે ગુજરાતમાં
આ પણ વાંચો :CM રૂપાણીનાં રાજીનામા બાદ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ તીખા શબ્દોમાં આપી પ્રતિક્રિયા
