Not Set/ નિર્ભયા કેસ/ અપરાધી વિનયનો નવો ખેલ, SCમાં સમીક્ષા અરજી દાખલ કરી

નિર્ભયા કેસમાં કાનુની દાવપેંચનાં દરેક પ્રકારનાં રંગ જોવામાં આવ્યા અને હાલ પણ આવી રહ્યા છે. નિર્ભયાનાં દોષિતો દ્વારા ફાંસી પાછી ઠેલવવાનાં તમામ ઉપલબ્ધ હથકંડા અજમાવી લેવામાં આવ્યા છે. અંતે તો કોર્ટ દ્વારા પણ તમામ અપરાધીઓને પોતાનાં કાયદાકીય હક્કો સાત દિવસમાં વાપરી લેવાનો હુકમ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે ચોથા અરપાધી વિનય કુમાર દ્વારા ફરી પોતાને […]

Top Stories India
sc nirbhaya fanshi નિર્ભયા કેસ/ અપરાધી વિનયનો નવો ખેલ, SCમાં સમીક્ષા અરજી દાખલ કરી

નિર્ભયા કેસમાં કાનુની દાવપેંચનાં દરેક પ્રકારનાં રંગ જોવામાં આવ્યા અને હાલ પણ આવી રહ્યા છે. નિર્ભયાનાં દોષિતો દ્વારા ફાંસી પાછી ઠેલવવાનાં તમામ ઉપલબ્ધ હથકંડા અજમાવી લેવામાં આવ્યા છે. અંતે તો કોર્ટ દ્વારા પણ તમામ અપરાધીઓને પોતાનાં કાયદાકીય હક્કો સાત દિવસમાં વાપરી લેવાનો હુકમ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે ચોથા અરપાધી વિનય કુમાર દ્વારા ફરી પોતાને પ્રપ્ત કાયદાકીય હક્કની આડ લઇને SCમાં પોતાના  વકીલ એ.પી.સિંઘ મારફત રાષ્ટ્રપતિ દ્વારા નકારી દેવામાં આવેલી દયાની અરજી સામે સમીક્ષા અરજી દાખલ કરવામાં આવી છે.

જો કે આજે મંગળવારે, 11 ફેબ્રુઆરીના રોજ નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસમાં પીડિતા નિર્ભયાનાં માતા-પિતા અને દિલ્હી સરકાર, ચારેય આરોપીઓ સામે નવી ડેથ વોરંટ ઇશ્યૂ કરવા નીચલી અદાલતમાં અરજી દાખલ કરી છે. કોર્ટે આ કેસમાં ગુનેગારો સામે નોટિસ પણ જારી કરી છે અને આ કેસની સુનાવણી આવતી કાલે બુધવારે તારીખ 12 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે નિર્ભયા ઘટનાના ચાર દોષીઓને મંગળવારે નોટિસ ફટકારી હતી અને કેન્દ્રની અપીલ અંગે જવાબ માંગ્યા હતા. કેન્દ્ર સરકારે મુકેશ સિંહ, પવન ગુપ્તા, વિનય શર્મા અને અક્ષયને ફાંસી વિરુદ્ધ દાખલ કરેલી અરજીને સુપ્રીમ કોર્ટમાં રદ કરવાના દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને પડકાર્યો છે.

ન્યાયમૂર્તિ આર ભાનુમતી, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એએસ બોપન્નાની ખંડપીઠ સમક્ષ હાજર રહેતાં સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કેન્દ્ર અને દિલ્હી સરકાર વતી જણાવ્યું હતું કે, “ગુનેગારોને આનંદ માટે ફાંસી આપવામાં આવી નથી.” અધિકારીઓ ફક્ત કાયદાના આદેશોનું પાલન કરી રહ્યા છે. તેમણે ફાંસી ટાળવા માટે ગુનેગારો દ્વારા અપનાવવામાં આવતી સવલતોનો રણનીતિની જેમ ઉપયોગ કર્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. મહેતાએ કહ્યું કે ત્રણેય દોષિતોએ તેઓને ઉપલબ્ધ વિવિધ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કર્યો છે. તે જ સમયે, એક દોષી પવન ગુપ્તાએ ન તો સર્વોચ્ચ અદાલતમાં સુધારાત્મક અરજી દાખલ કરી છે કે ન તો રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી છે.

સોલિસિટર જનરલે કહ્યું હતું કે ફાંસીની સજામાં વિલંબ થતાં કોર્ટે સમાજ પરની અસર અંગે પણ વિચાર કરવો પડશે. 2017 માં તમામ દોષિતો સજા આપતા આદેશો વિરુદ્ધની અરજી સુપ્રીમ કોર્ટમાં નકારી કાઢવા છતાં સત્તાવાળાઓ તેમને લટકાવી શક્યા નથી. તેણે હૈદરાબાદમાં એક મહિલા પશુચિકિત્સકની ગેંગરેપ અને હત્યાના આરોપીના કથિત એન્કાઉન્ટરનો ઉલ્લેખ કર્યો હતો. મહેતાએ કહ્યું કે, જો બળાત્કારના આરોપીઓનું એન્કાઉન્ટર થાય છે, તો જનતા ખુશ છે. અમે એન્કાઉન્ટરને ટેકો આપતા નથી, પરંતુ તે એક વાત પ્રગટ કરે છે કે, આ રીતે થતા કાયદાકીય સવલતોનાં દુરઉપયોગને કારણે ન્યાયિક પ્રણાલી પર લોકોનો વિશ્વાસ ઘટી રહ્યો છે.’

સત્તાવાળાઓને ફાંસીની નવી તારીખની માંગ કરી :

ટોચની અદાલતમાં મહેતાએ માંગ કરી હતી કે, ચારેય દોષીઓને એક સાથે ફાસી આપવાને બદલે અલગથી ફાંસી આપી શકાય. આ તરફ બેંચે કહ્યું, “જો આપણે કેન્દ્રના આ પાસા પર વિચાર કરીએ તો આ મામલે વધુ વિલંબ થશે.” અલગ અરજીઓ દાખલ કરવામાં આવશે. જો અધિકારીઓ નીચલી અદાલતમાં જાય અને ફાંસી માટે નવી તારીખની માંગ કરે તો તે સારું રહેશે. ખંડપીઠે સ્પષ્ટ કર્યું હતું કે કેન્દ્રની અરજીને બાકી રાખવાથી નીચલી અદાલત માટે નવી તારીખ નક્કી કરવામાં અવરોધ નહીં આવે.

નિર્ભયા મામલામાં દોષિત ઠેરવેલા વિનય શર્માની દયા અરજીને નકારી કાઢવાના નિર્ણયને મંગળવારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. એડ્વોકેટ એ.પી.સિંઘ દ્વારા દાખલ કરેલી આ અરજીમાં વિનયે તેની મૃત્યુની સજાને આજીવન કેદમાં બદલવાની વિનંતી પણ કરી હતી. વિનયની દયા અરજી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 1 ફેબ્રુઆરીએ નામંજૂર કરી હતી. નિર્ભયા ઘટનામાં ચારેય દોષીની ફાંસી હજી બાકી છે. ચારેય દોષિતો હાલમાં તિહાર જેલમાં બંધ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.