natural farming/ રાજ્યના કૃષિ વિભાગના અધિકારી પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાતે

વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તથા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી રાજ્યના અધિક મુખ્ય સચિવ (કૃષિ) એ. કે. રાકેશ પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવી પ્રાકૃતિક કૃષિના પાંચ…

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 27T174018.763 રાજ્યના કૃષિ વિભાગના અધિકારી પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાતે

Panchmahal News: પંચમહાલ જિલ્લામાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તથા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીનું મહત્વ અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી રાજ્યના અધિક મુખ્ય સચિવ (કૃષિ) એ. કે. રાકેશ પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવી પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

WhatsApp Image 2024 01 27 at 4.46.57 PM 1 રાજ્યના કૃષિ વિભાગના અધિકારી પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાતે

તેમણે હાલોલ તાલુકાના રવાલીયા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા પ્રગતિશીલ ખેડૂત પર્વતસિંહ પરમારના મોડેલ ફાર્મની મુલાકાત લીધી હતી. પ્રગતિશીલ ખેડૂતની ફિલ્ડ મુલાકાત દરમ્યાન જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.જી.પટેલ દ્વારા પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જીવામૃત, બિજામૃત, આચ્છાદન, વાફસા અને મિશ્ર ખેતી પાક પધ્ધતિથી હાજર ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું.

WhatsApp Image 2024 01 27 at 4.47.00 PM રાજ્યના કૃષિ વિભાગના અધિકારી પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાતે

આ તકે મદદનીશ ખેતી નિયામક (ગુ.ની) ડી.ડી.સોલંકી, બાગાયત અધિકારી સી.કે.પટેલીયા, હાલોલ તાલુકાના વિસ્તરણ અધિકારી ડી.વી.પરમાર, ખેતીવાડી શાખાના ગ્રામસેવકો તેમજ ગામના અન્ય ખેડૂતો હાજર રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મંજૂરી વગર બાળકોને પ્રવાસે લઈ ગયા તો થશે શિક્ષાત્મક કાર્યવાહી

આ પણ વાંચોઃ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 69મા ફિલ્મફેર એવોર્ડસનું આયોજન

આ પણ વાંચોઃ ફરજ દરમિયાન જીવ ગુમાવનાર પોલીસ અધિકારીના પરિવારને કરાઈ સહાય