Not Set/ ક્રિમીનલ કેસોમાં આધાર કાર્ડના પુરાવાને માન્ય ગણી શકાય નહીં : અલ્હાબાદ કોર્ટ

અલ્હાબાદ, અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે કહ્યું છે કે ક્રિમિનલ કેસોમાં આધાર કાર્ડમાં આપવામાં આવેલ નામ, લિંગ, સરનામું અને જન્મ તારીખ વગેરેને નક્કર પુરાવા માનવામાં આવતાં નથી. બેંચે એમ પણ જણાવ્યું હતું કે ફોજદારી કેસોની તપાસમાં કોઈ શંકા હોય તો તપાસ કરી શકાય છે. જસ્ટિસ અજય લામ્બા અને જસ્ટિસ રાજીવ સિંહની ખંડપીઠે તાજેતરના ચુકાદામાં જણાવ્યું હતું કે તે […]

Top Stories India
mk 5 ક્રિમીનલ કેસોમાં આધાર કાર્ડના પુરાવાને માન્ય ગણી શકાય નહીં : અલ્હાબાદ કોર્ટ

અલ્હાબાદ,

અલ્હાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચે કહ્યું છે કે ક્રિમિનલ કેસોમાં આધાર કાર્ડમાં આપવામાં આવેલ નામ, લિંગ, સરનામું અને જન્મ તારીખ વગેરેને નક્કર પુરાવા માનવામાં આવતાં નથી. બેંચે એમ પણ જણાવ્યું હતું કે ફોજદારી કેસોની તપાસમાં કોઈ શંકા હોય તો તપાસ કરી શકાય છે.

જસ્ટિસ અજય લામ્બા અને જસ્ટિસ રાજીવ સિંહની ખંડપીઠે તાજેતરના ચુકાદામાં જણાવ્યું હતું કે તે પુરાવા અધિનિયમ હેઠળ કહી શકાય નહીં કે આધાર કાર્ડમાં નામ, સરનામું, લિંગ અને જન્મ તારીખની વિગતો તેમના અધિકારના નક્કર પુરાવા છે. એવીડન્સ એક્ટ હેઠળ તેને પુરાવા તરીકે લઇ શકાય નહીં.

અદાલતે બહરાઇચના સુજોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કેસની માન્યતાને પડકારતી અરજીની સુનાવણી કરતી વખતે કોર્ટે તાજેતરમાં આ આદેશ આપ્યો છે.

બીજી બાજુ 15 વર્ષથી ઓછી ઉંમરના અને 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો નેપાલ અને ભુટાનની મુસાફરી માટે માન્ય ટ્રાવેલ દસ્તાવેજ તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકે છે. આ માહિતી તાજેતરમાં ગૃહ મંત્રાલયની રજૂઆતમાં આપવામાં આવી છે.

બંને પાડોશી દેશોની યાત્રા માટે, આ બે વય જૂથો સિવાયના અન્ય ભારતીય આધાર કાર્ડનો ઉપયોગ કરી શકશે નહીં. ભારતીયોને બંને દેશોના પ્રવાસ માટે વિઝાની જરૂર હોતી નથી.