Ahmedabad/ ફરજ દરમિયાન જીવ ગુમાવનાર પોલીસ અધિકારીના પરિવારને કરાઈ સહાય

અમદાવાદના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ દરમિયાન બુટલેગરની ગાડીથી જીવ ગુમાવનાર પોલીસ અધિકારીના પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ ગુજરાત ડી.જી.પી. દ્વારા રૂપિયા બે લાખનો ચેક અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે….

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 27T172345.753 ફરજ દરમિયાન જીવ ગુમાવનાર પોલીસ અધિકારીના પરિવારને કરાઈ સહાય

@લલિત ડામોર

Ahmedabad News: તાજેતરમાં અમદાવાદના કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ દરમિયાન બુટલેગરની ગાડીથી જીવ ગુમાવનાર પોલીસ અધિકારીના પરિવારને સાંત્વના પાઠવી હતી. ત્યારબાદ ગુજરાત ડી.જી.પી. દ્વારા રૂપિયા બે લાખનો ચેક અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકના હસ્તે રૂપિયા ૫૧ હજારની રોકડ રકમની સહાય સ્વર્ગસ્થના પરિવારજનોને અર્પણ કરવામાં આવી હતી.

WhatsApp Image 2024 01 27 at 4.46.20 PM ફરજ દરમિયાન જીવ ગુમાવનાર પોલીસ અધિકારીના પરિવારને કરાઈ સહાય

ગુજરાતના પોલીસમાં ડી.જી.પી. વિકાસ સહાય આજરોજ વિજયનગરના સરોલી ગામે શોકાંજલિ સભામાં ઉપસ્થિત રહ્યાં હતા. અને સ્વ. એ.એસ.આઈ. બળદેવજી મરતાજી નિનામાને એમના પરિવારજનોને સાંત્વના આપી શોકાંજલિ અર્પી હતી. તે વેળાએ ઉપસ્થિત ડી.જી. વિકાસ સહાયના પત્ની પણ ભાવુક થયા હતા.

WhatsApp Image 2024 01 27 at 4.46.16 PM ફરજ દરમિયાન જીવ ગુમાવનાર પોલીસ અધિકારીના પરિવારને કરાઈ સહાય

ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા રૂપિયા બે લાખનો ચેક અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલ દ્વારા રૂપિયા ૫૦ હજારની રોક્ડ રકમ મળી કુલ ૨.૫૧ લાખની સહાય અર્પણ કરવામાં આવી હતી. સારોલી ગામે ડીજી અને ડીએસપી સાથે ઉપસ્થિત ડી.વાય.એસ.પી. સ્મિત ગોહિલ અને પી.એસ.આઈ. વાય.બી.બારોટે પણ સદગત પોલીસ અધિકારીને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ૬ દિવસ અગાઉ વિજયનગર તાલુકાના સારોલી ગામના વતની અને અમદાવાદ  કણભા પોલીસ મથકમાં એ.એસ.આઈ તરીકે ફરજ બજાવતા બળદેવજી મરતાજી નિનામા ગત રાત્રીના આ પોલીસ મથકના અન્ય પોલીસ કર્મીઓ સાથે પી.સી.આર. વાન સાથે અમદાવાદ- ઈન્દોર હાઇવે ઉપર રાત્રિના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન દારૂ લઇ આવતી ગાડીનો પીછો કરવા જતા બૂટલેગરે પોતાના કબજાની ગાડી હંકારીને પી.સી.આર. ગાડીને ટક્કર મારતા એ.એસ.આઈ. બળદેવજી મરતાજી નિનામાએ જીવ ગુમાવ્યો હતો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ મંજૂરી વગર બાળકોને પ્રવાસે લઈ ગયા તો થશે શિક્ષાત્મક કાર્યવાહી

આ પણ વાંચોઃ ગાંધીનગર ગિફ્ટ સિટીમાં 69મા ફિલ્મફેર એવોર્ડસનું આયોજન