નવી સરકાર સાથે નવા સંબંધો ?/ પીએમ મોદી શાહબાઝ શરીફને મોકલી શકે છે અભિનંદન પત્ર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વઝીર-એ-આઝમને પહેલેથી જ શુભેચ્છાઓ પાઠવી છે. હવે એવા અહેવાલ છે કે તેઓ ટૂંક સમયમાં શરીફને અભિનંદન પત્ર મોકલી શકે છે.

Top Stories India
PM

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વઝીર-એ-આઝમને પહેલેથી જ શુભેચ્છાઓ પાઠવી છે. હવે એવા અહેવાલ છે કે તેઓ ટૂંક સમયમાં શરીફને અભિનંદન પત્ર મોકલી શકે છે. જેમાં બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા પર ભાર આપી શકાય છે. ઈમરાન ખાનને રવિવારે અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવ્યા બાદ શરીફ સોમવારે દેશના નવા પીએમ બન્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી પાકિસ્તાનના નવા ચૂંટાયેલા વડા પ્રધાન શાહબાઝ શરીફને અભિનંદન પત્ર મોકલી શકે છે. શક્ય છે કે પીએમ મોદીના પત્રમાં બંને દેશોને આતંક અને હિંસાથી મુક્ત કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવે. જો કે, સૂત્રોએ જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચેની ફોન વાતચીત અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ આગામી સમયમાં તે થઈ શકે છે.

પીએમઓ અનુસાર, સોમવારે પીએમ મોદીએ ટ્વીટ કરીને શરીફને શુભેચ્છા પાઠવી હતી અને શાંતિની વાત કરી હતી. તેમણે ટ્વીટ કર્યું, “મિયાં મુહમ્મદ શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડા પ્રધાન તરીકે ચૂંટાવા બદલ અભિનંદન. ભારત આતંકવાદ મુક્ત પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છે છે, જેથી આપણે આપણા વિકાસના પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને આપણા લોકોની સુખાકારી અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકીએ.

આ પણ વાંચો:અનંતનાગમાં પોલીસને સફળતા, કારમાંથી મળી આવ્યા હથિયારો અને દારૂગોળો

આ પણ વાંચો:આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની જાહેરાત, સરકારી હોસ્પિટલોમાં બૂસ્ટર ડોઝ મળશે ફ્રી