Not Set/ દેશમાં કોરોના રોકેટ ગતિએ ઉપર તરફ, છેલ્લાં 24 કલાકમાં જ 40,400 નવા કેસ

દેશમાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના ગત વર્ષે માર્ચ મહિનામાં જે રીતે વધી રહ્યો હતો તે જ રીતે બરાબર એક વર્ષ પછી વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40,400 નવા કેસો નોંધાયા છે. કુલ એક્ટિવ કેસો પોણા ત્રણ લાખની નજીક પહોંચી ગયા છે. જ્યારે રિકવરી નવા કેસ કરતાં 18 હજાર […]

Top Stories India
corona testing 660 210420084158 દેશમાં કોરોના રોકેટ ગતિએ ઉપર તરફ, છેલ્લાં 24 કલાકમાં જ 40,400 નવા કેસ

દેશમાં કોરોના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના ગત વર્ષે માર્ચ મહિનામાં જે રીતે વધી રહ્યો હતો તે જ રીતે બરાબર એક વર્ષ પછી વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40,400 નવા કેસો નોંધાયા છે. કુલ એક્ટિવ કેસો પોણા ત્રણ લાખની નજીક પહોંચી ગયા છે. જ્યારે રિકવરી નવા કેસ કરતાં 18 હજાર ઓછી છે. આ ઉપરાંત, છેલ્લા 24 કલાકમાં 22,400 લોકો કોરોનાથી મુક્ત થયા છે. જો મહારાષ્ટ્રની વાત કરીએ તો એકલા મહારાષ્ટ્રમાં જ 25 હજારથી વધુ નવા કેસો આવ્યા છે. આ સાથે દેશમાં કુલ કેસ હવે 1.15 કરોડને પાર પહોંચી ગયા છે. દેશના 10 રાજ્યોમાં કોરોનાએ માઝા મુકી છે.