અમદાવાદ/ બોડકદેવમાં યુવકના અપહરણ કેસમાં ચાર આરોપી ઝડપાયા

આરોપીઓએ થોડા સમય પહેલા બોડકદેવ વિસ્તારમાંથી મિત નામના યુવકનું અપહરણ કર્યું હતું. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીઓ સુધી

Gujarat Top Stories Ahmedabad
અપહરણ

@નિકુંજ પટેલ

અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા બોડકદેવમાં થોડા સમય પહેલા એક યુવકનું અપહરણ થયું હતું. જોમાં પોલીસે સીસીટીવી ફૂટેજના દ્રશ્યો ચેક કરીને અંતે ચાર આરોપીની ધરપકડ કરી હતી. તપાસમાં રૂપિયાની લેવડદેવડને મામલે આ અપહરણ કરાયું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવમાં સુરતની કુકરી ગેંગ સંડોવાયેલી હોવાનું તપાસમાં જાણવા મળ્યું છે.

આરોપીઓએ થોડા સમય પહેલા બોડકદેવ વિસ્તારમાંથી મિત નામના યુવકનું અપહરણ કર્યું હતું. બોડકદેવ પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધાયો હતો. પોલીસે આરોપીઓ સુધી પહોંચવા 300 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. બાદમાં ડીસીપી ઝોન-7 ના એલસીબી પીએસઆઈ વિનોદ ચૌધરી અને તેમની ટીમે ચાર શખ્શોને ઝડપી લીધા હતા.

પોલીસે આરોપીઓની પુછપરછ કરતા આ કેસમાં નવો નળાંક આવ્યો હતો. અપહરણની આ ઘટના પાછળ સુરતની કુકરી ગેંગ સંડોવાયેલી હોવાનું બહાર આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અપહરણનો ભોગ બનનાર યુવકની સોપારી સુરતની કુકરી ગેંગને આપવામાં આવી હોવાની શંકા સેવાઈ રહી છે.

બીજીતરફ આ અપહરણ પાછળ રૂપિયાની લેવડદેવડ અથવા તો મિત વિદેશથી જે સોનુ લાવતો હતો તે સંદર્ભે વિવાદ હોવાની શંકા સેવાઈ રહી છે. હાલમાં પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી છે. પરંતુ યુવકના અપહરણ પાછળની સાચી હકીકત સુરતની કુખ્યાત કુકરી ગેંગ ઝડપાયા બાદ આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ATM loot/ગાંધીધામમાંથી ATM વાન ઉઠાવી ગયો એક શખ્શ, અંદર હતા કરોડો રૂપિયા…

આ પણ વાંચો:અમદાવાદ/વાઈબ્રન્ટ સમિટ દરમ્યાન લુલુ ગ્રુપે કરી જાહેરાત ‘ગુજરાતમાં બનશે દેશનો સૌથી મોટો સુપર મોલ’

આ પણ વાંચો:Green wood-Black Business/બનાસકાંઠાના ધાનેરામાં લીલા લાકડાનો બેફામ કારોબાર, તંત્ર નિંદ્રાધીન