Not Set/ ફક્ત 20 સેકન્ડ… અને બચી ગયા રાહુલ ગાંધી, રિપોર્ટમાં થયો ખુલાસો

કર્ણાટક ચૂંટણી દરમિયાન એપ્રિલમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના દિલ્હીથી મુંબઈ જઈ રહેલા વિમાનમાં ટેક્નિકલ ગડબડ થઇ હતી. જે કારણે વિમાનનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પરંતુ ડીજીસીએના તપાસ રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે રાહુલ ગાંધીનું વિમાન ક્રેશ થવાથી ફક્ત કેટલીક સેકંડો જ દૂર હતું. રિપોર્ટ મુજબ ટેક્નિકલ ખરાબી પર પાયલોટે કાબુ ના મેળવ્યો હોત, […]

Top Stories India
rahul gandhi plane 1524851459 ફક્ત 20 સેકન્ડ... અને બચી ગયા રાહુલ ગાંધી, રિપોર્ટમાં થયો ખુલાસો

કર્ણાટક ચૂંટણી દરમિયાન એપ્રિલમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના દિલ્હીથી મુંબઈ જઈ રહેલા વિમાનમાં ટેક્નિકલ ગડબડ થઇ હતી. જે કારણે વિમાનનું ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. પરંતુ ડીજીસીએના તપાસ રિપોર્ટમાં એ ખુલાસો થયો છે કે રાહુલ ગાંધીનું વિમાન ક્રેશ થવાથી ફક્ત કેટલીક સેકંડો જ દૂર હતું.

રિપોર્ટ મુજબ ટેક્નિકલ ખરાબી પર પાયલોટે કાબુ ના મેળવ્યો હોત, તો થોડી જ સેકન્ડમાં ગંભીર પરિણામ સામે આવતું. રાહુલનું વિમાન ક્રેશ પણ થઇ શકતું હતું.

એ દિવસે રાહુલનું ચાર્ટર્ડ વિમાન અચાનક એક તરફ ઝુકવા લાગ્યું હતું. અને એમાંથી અવાજ આવી રહ્યો હતો. વિમાન ઓટો પાયલોટ મોડ પર ચાલી રહ્યું હતું.

rahul gandhi2 e1535703514698 ફક્ત 20 સેકન્ડ... અને બચી ગયા રાહુલ ગાંધી, રિપોર્ટમાં થયો ખુલાસો

જોકે, આ ઘટના બાદ કોંગ્રેસે આને સાઝીશ હોવાનું જણાવ્યું હતું. રાહુલની નજીકના કૌશલના વિદ્યાર્થીએ કર્ણાટક પોલીસને આની ફરિયાદ પણ કરી હતી. ત્યારબાદ તપાસ માટે ડીજીસીએ દ્વારા બે સદસ્યોની તપાસ કમિટી બનાવવામાં આવી હતી. એક સિનિયર ડીજીસીએ અધિકારીએ જણાવ્યું કે કદાચ પાયલોટની ભૂલના કારણે આવું થયું હશે. વિમાનમાં કંઈક ગડબડ આવી અને તે એક બાજુ ઝડપથી પડવા લાગ્યું. અચાનક અલ્ટીટ્યૂડ ઘટવાના કારણે વિમાન અવાજ લાગ્યું. ડીજીસીએ ફલાઇટ ડેટા રેકોર્ડ અને કોકપીટ સિસ્ટમની પણ તપાસ કરી છે.

જણાવાઈ રહ્યું છે કે વિમાનમાં જયારે ગડબડ આવી, તો ક્રૂ એ આને સંભાળવામાં મોડું કર્યું. કેટલીક સેકન્ડમાં ગડબડી દૂર ના કરાઈ હોત, તો પ્લેન ક્રેશ થઇ ગયું હોતું. કોંગ્રેસે તપાસ રિપોર્ટને સાર્વજનિક કરવાની માંગ કરી છે.

જણાવી દઈએ કે રાહુલ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર સમયે 26 એપ્રિલે સુપર લક્ઝરી 10 સિટર દસોલ્ટ ફાલ્કન 2000 વિમાનથી નવી દિલ્હીથી હુબલી જઈ રહ્યા હતા. આ ઘટનાને યાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેઓ અંદરથી હલી ગયા હતા.

એ સમયે રાહુલે કૈલાશ માનસરોવર જવાની વાત કહી હતી. હવે રાહુલ ગાંધી 31 ઓગસ્ટે કૈલાશ માનસરોવરની ધાર્મિક યાત્રા પર જઈ રહ્યા છે.