political conventions/ બનાસકાંઠામાં વિપુલ ચૌધરીના સમર્થનમાં યોજાશે મહાસંમેલન!પોલીસ એલર્ટ

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી  તથા તેમના સીએની દૂધ સાગર ડેરીમાં ભ્રષ્ટાચાર મામલે ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Top Stories Gujarat
4 31 બનાસકાંઠામાં વિપુલ ચૌધરીના સમર્થનમાં યોજાશે મહાસંમેલન!પોલીસ એલર્ટ
  • બનાસકાંઠામાં ધાનેરાના થાવર ગામે મહાસંમેલન
  • ચૌધરી સમાજ દ્વારા કરાયું મહાસંમેલનનું આયોજન
  • વિપુલ ચૌધરીના સમર્થનમાં યોજાશે મહાસંમેલન
  • ચૌધરી સમાજના અંદાજે 20 હજાર લોકો રહેશે હાજર
  • સામરવાડા થી થાવર સુધી વિશાળ બાઇક રેલી
  • અર્બુદા સેનાના બેનર હેઠળ મહાસંમેલનનું આયોજન
  • સંમેલનને લઇને પોલીસ તંત્ર થયું એલર્ટ

રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી  તથા તેમના સીએની દૂધ સાગર ડેરીમાં ભ્રષ્ટાચાર મામલે ACB દ્વારા ધરપકડ કરવામાં આવી છે. વિપુર ચૈાધરીની ધરપકડ મામલે તેમના સમાજમાં ભારે નરાજગી જોવા મળી રહી છે. જેના લીધે બનાસકાંઠાના ધાનેરાના થાવર ગામે મહાસંમેલનનો આયોજન કરવામાં આવ્યું છે. વિપુલ ચૈાધરીના સમર્થનમાં આ આયોજન કરવામાં  આવી રહ્યું છે. આ કાર્યક્રમામાં 20  હજાર લોકો રહેશે હાજર. આ ઉપરાંત વિશાળ બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્મ અર્બુદા સેનાના બેનર હેઠળ મહાસંમેનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ સમંલેને લઇને પોલીસ તંત્ર એલર્ટ થઇ ગયું છે.

ઉલ્લેખનીય છે કે  રાજ્યમાં આગામી થોડા દિવસોમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે, આ પહેલા જ વિપુલ ચૌધરીની ધરપકડની અસર ઉત્તર ગુજરાતના ચૂંટણી પરિણામો પર દેખાઈ શકે છે.