Vadodra News : લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં દારૂની હેરાફેરી વધી ગઈ છે. બુટલેગરો દારૂનો જથ્થો ઘુસાડવા અને પકડાઈ ન જવાય તે માટે અવનવા કિમીયા અજમાવી રહ્યા છે.
જેમાં વડોદરા ગ્રામ્ય પોલીસે બુટલેગરોનો કિમીયો નિષ્ફલ બનાવીને દારૂનો મસમોટો જથ્થો કબજે કર્યો હતો. વડોદરા ગ્રામ્ય પોલીસે માહિતીને આધારે વડોદરા અમદાવાદ એક્સપ્રેસ વે ટોલનાકા પાસેથી દારૂનો આ જથ્થો કબજે કર્યો હતો.
ભારત પેટ્રોલિયમના ટેન્કરમાં લઈ જવાતો 45.98 લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો પોલીસે કબજે કર્યો હતો. ગારૂનો આ જથ્થો વાપી તરફથી વડોદરા અને અમદાવાદ થી જામનગર લઈ જવામાં આવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસે આ કેસમાં રાજસ્થાનના ટેન્કર ચાલક ખીયારામ મંગારામ જાટની ધરપકડ કરીને અન્ય ફરાર આરોપીઓની સોઝ હાથ ધરી છે. જેમાં દારૂનો જથ્થો મોકલનાર તથા રિસીવ કરનારા આરોપીઓનો સમાવેશ થાય છે.
પોલીસે દારૂના જથ્થા અને ટેન્કર મળીને કુલ રૂ. 61.03 નો મુદ્દ્માલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં વરરાજાએ કર્યુ હવામાં ફાયરિંગ, વીડિયો વાયરલ
આ પણ વાંચો:ગરમીમાં થયો ઘટાડો, આગામી 3 દિવસ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્
આ પણ વાંચો:આયુર્વેદિક દવાના નામે આલ્કોહોલનો વેપલો, હાઈકોર્ટે કૌભાંડી આમોદ અનિલ ભાવેની અરજી ફગાવી