Ahmedabad/ ચૂંટણી પહેલા હથિયાર સાથે બે શખ્સો ઝડપાયા

ચૂંટણી પહેલા હથિયાર સાથે બે શખ્સો ઝડપાયા

Ahmedabad Gujarat
corona 34 ચૂંટણી પહેલા હથિયાર સાથે બે શખ્સો ઝડપાયા
  • અમદાવાદમાં ચૂંટણી પહેલા હથિયાર સાથે બે શખ્સો ઝડપાયા,
  • નરોડા દેવી સીનેમાં પાસેથી દેશી રીવોલ્વર સાથે રાજસ્થાનનાં બે શખ્સોની કરાઈ ધરપકડ

@ભાવેશ રાજપૂત, અમદાવાદ 

અમદાવાદમાં દેશી તમંચા અને રીવોલ્વર સાથે અનેક શખ્સો અવારનવાર ઝડપાતા હોય છે. તેવામાં નરોડા પોલીસે દેવી સીનેમા પાસેથી દેશી રીવોલ્વર લઈને ફરતા બે શખ્સોની ધરપકડ કરી છે.  નરોડા પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે બે પરપ્રાંતિય ઈસમો પોતાની પાસેની વાદળી રંગના થેલામાં દેશી બનાવટની રિવોલ્વર લઈને ફરી રહ્યા છે. હાલમાં ચૂંટણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તેવામાં પોલીસે બાતમી મુજબના શખ્સો ચાલતા આવતા દેખાતા તેઓની ઝડપી પાડ્યા હતા.

બન્ને આરોપીઓની પુછપરછ કરતા રાજસ્થાનનનાં ટાંક જિલ્લાનો દેવેન્દ્રસીંહ રાજાવત અને અન્ય યુવક અજમેરનો દિનેશ જાટ હોવાનું સામે આવ્યુ હતુ. બન્ને શખ્સો અભ્યાસ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ હતુ..દેવેન્દ્રસિંહ રાજાવતનાં જેકેટમાંથી પોલીસે દેશી રીવોલ્વર મળી આવી હતી જેની અંદાજીક કિંમત 10 હજાર રૂપિયા છે..તેમજ બન્ને આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન પણ પોલીસે કબ્જે કર્યા હતા.  રીવોલ્વર રાખવાનું કોઈ લાઈસન્સ પોલીસને મળતા પોલીસે બન્ને શખ્સોને પોલીસ સ્ટેશન લાવી ધરપકડ કરી હતી.

નરોડા પોલીસે હાલતો બન્ને આરોપીઓની ધરપકડ કરી આ રીવોલ્વર તેઓ ક્યાથી લાવ્યા હતા અને ક્યાં તેનો ઉપયોગ કરવાનાં હતા કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી છે.

વડોદરા / MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો, આ માપદંડને લઈને થયો વિવાદ

threat / ભાજપ MLA મધુ શ્રીવાસ્તવની મંતવ્ય ન્યૂઝના પત્રકારને ધમકી : કોઇને કહીને ઠોકાવી દઇશ 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ