Gujarat election 2022/ AIMIM: જાણો ગુજરાતમાં બગાડી શકે છે કઈ-કઈ સીટોનું ગણિત

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઝુકાવવાથી નહી પણ સૌથી વધુ આશ્ચર્ય થયું હોય તો AIMIM (ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહુલ મુસ્લીમીન)ના આગમનથી થયું છે. અસઉદ્દીન ઓવૈસીની આગેવાની હેઠળના આ રાજકીય પક્ષે પ્રથમ તબક્કાનું ઉમેદવારીપત્રક નોંધાવવાનું પૂરુ થયુ ત્યાં સુધીમાં 14 બેઠક પરથી જ ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરી છે. 

Top Stories Gujarat
Owaisi AIMIM: જાણો ગુજરાતમાં બગાડી શકે છે કઈ-કઈ સીટોનું ગણિત

Gujarat election 2022 આમ આદમી પાર્ટીના (AAP) ઝુકાવવાથી નહી પણ સૌથી વધુ આશ્ચર્ય થયું હોય તો AIMIM (ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહુલ મુસ્લીમીન)ના આગમનથી થયું છે. અસઉદ્દીન ઓવૈસીની(Owaisi) આગેવાની હેઠળના આ રાજકીય પક્ષે પ્રથમ તબક્કાનું ઉમેદવારીપત્રક નોંધાવવાનું પૂરુ થયુ ત્યાં સુધીમાં 14 બેઠક પરથી જ ઉમેદવાર ઊભા રાખવાની જાહેરાત કરી છે.

કોઈને પણ આશ્ચર્ય થાય કે ગુજરાતમાં એટલા બધા મુસ્લિમ નથી તો પછી ઓવૈસીનો પક્ષ શું કરી રહ્યો છે. ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી માંડ દસ ટકા છે. પણ ઓવૈસીએ અહીં મોટાભાગના હિંદુ ઉમેદવાર ઉતારીને આશ્ચર્ય સર્જી દીધું છે. આ અંગે માનવામાં આવી રહ્યું છે કે ઓવૈસી ની એન્ટ્રી સીધી કોંગ્રેસને ફટકો મારી શકે છે. તેના મતોમાં વિભાજન જોવા મળી શકે છે. AIMIMની યાદી મુજબ કલ્પેશભાઈ સુંધિયા (Kalpeshbhai Sundhiya) વડગામથી, અબ્બાસભાઈ નોડસોલા સિદ્ધપુર વિધાનસભા બેઠક પરથી અને જૈન બીબી શેખ વેજલપુર વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

AIMIM એવી સીટો પર પણ પોતાના ઉમેદવારો ઉભા કરી રહી છે જ્યાં મુસ્લિમ મતદારો બહુમતી નથી. ઓવૈસીની પાર્ટીએ અમદાવાદ શહેરની દાણીલીમડા બેઠક માટે મહિલા ઉમેદવાર કૌશિકા પરમારને (Kaushika Parmar) ટિકિટ આપી છે. આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત છે. અહીં AIMIMના ઉમેદવાર કોંગ્રેસની મુશ્કેલીઓ વધારી શકે છે. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર અહીંથી બે વખત ચૂંટણી જીત્યા છે. આ બેઠક પર દલિતો અને મુસ્લિમો મળીને મોટી તાકાત છે.

ગુજરાત યુનિટના પ્રમુખ સાબીર કાબલીવાલા એક્સ ફેક્ટર

AIMIM એ તેના ગુજરાત યુનિટના પ્રમુખ સાબીર કાબલીવાલાને પણ મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ તેમને જમાલપુર-ખાડિયા બેઠક પરથી ટિકિટ આપી છે. હાલ આ બેઠક કોંગ્રેસ પાસે છે. અહીંના વર્તમાન ધારાસભ્ય કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા છે.

બાપુનગર બેઠક AIMIM દ્વારા દલિત, મુસ્લિમ સમીકરણ

એ જ રીતે AIMIM એ અમદાવાદની બાપુનગર બેઠક પરથી શાહનવાઝ ખાનને મેદાનમાં ઉતાર્યા છે. આ સામાન્ય બેઠક છે અને અહીંથી કોંગ્રેસના હિંમતસિંહ પટેલ ધારાસભ્ય છે. અહીં પટેલ, દલિત, મુસ્લિમ અને અન્ય વર્ગોની મિશ્ર વસ્તી છે.

માંગરોળમાં કોણ રોળાશે
સૌરાષ્ટ્ર વિસ્તારની માંગરોળ બેઠક પર પણ સ્પર્ધા રસપ્રદ રહેશે. આ સીટ પર ઓવૈસીની પાર્ટીએ સુલેમાન પટેલને મેદાનમાં ઉતાર્યા છે. તેમનો મુકાબલો કોંગ્રેસના બાબુભાઈ બાજા સામે થશે જે વર્તમાન ધારાસભ્ય છે. ઓબીસી અને પાટીદારો ઉપરાંત માંગરોળમાં દલિત અને મુસ્લિમ મતદારોની સંખ્યા સારી એવી છે.

સુરત પૂર્વ બેઠક, લિંબાયત બેઠક અને ભુજ બેઠક પર મુસ્લિમ ઉમેદવારો

ગુજરાત વિધાનસભાની સુરત પૂર્વ બેઠક પર પણ બે મુસ્લિમ ચહેરાઓ વચ્ચેની હરીફાઈ માનવામાં આવી રહી છે. અહીંથી કોંગ્રેસે અસલમ સાયકલને ટિકિટ આપી છે, જ્યારે ઓવૈસીની પાર્ટીએ વસીમ કુરેશીને આ સીટ પર ઉતાર્યા છે. AIMIM એ સુરતની લિંબાયત સીટ અને કચ્છ જીલ્લાની ભુજ સીટ માટે પણ મુસ્લિમ ઉમેદવાર ઉતાર્યા છે.

AIMIM હિન્દુ ઉમેદવારોને મેદાનમાં ઉતારી રહી છે

AIMIM દ્વારા જાહેર કરાયેલ ઉમેદવારોની યાદીમાં બે હિંદુ ઉમેદવારોના નામ છે. કલ્પેશ ભાઈ સુંધિયા બીજા હિંદુ ઉમેદવાર છે, જ્યારે પક્ષ તરફથી પ્રથમ ઉમેદવાર કૌશિકા પરમાર છે, જે દાણીલીમડા વિધાનસભાથી ચૂંટણી લડી રહ્યા છે. દાણીલીમડા અનામત બેઠક છે.

45  બેઠકો પર ચૂંટણી લડી શકે

પાર્ટી પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી ગુજરાતની ચૂંટણીમાં મુસ્લિમ અને દલિત મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે, જેના માટે તેઓ સતત ગુજરાતના પ્રવાસે છે. વર્ષ 2021માં યોજાયેલી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં ઓવૈસીની પાર્ટીએ 26 બેઠકો જીતી હતી. AIMIM ગુજરાતમાં 40 કે 45 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની યોજના ધરાવે છે.

આ પણ વાંચોઃ 

Gujarat Election 2022/ ગુજરાત મોડેલ બન્યું ભારતનું વિકાસનું મોડેલઃ યોગી આદિત્યનાથ

Terrorism/ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદને લઈને કહી મોટી વાત, વાંચો સમગ્ર