Gujarat election 2022/ ગુજરાત મોડેલ બન્યું ભારતનું વિકાસનું મોડેલઃ યોગી આદિત્યનાથ

Gujarat election 2022ને લઈને ભાજપે આક્રમક પ્રચાર કરી દીધો છે. તેણે તેના કેન્દ્રીય અને લોકપ્રિય નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી છે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પણ ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા છે.

Top Stories Gujarat
Yogi ગુજરાત મોડેલ બન્યું ભારતનું વિકાસનું મોડેલઃ યોગી આદિત્યનાથ
  • ગુજરાત મોડેલની દેશમાં જ નહી વિદેશમાં પણ ચર્ચાઃ યોગી
  • યુપી પણ ગુજરાત જેવી જ સુરક્ષા તેના રાજ્યમાં લાવવા માંગે છે
  • ગુજરાતની કોર્ટનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમગ્ર દેશ માટે દાખલારૂપ છે
  • યોગીએ મોરબીના મૃતકોને આપી શ્રદ્ધાંજલિ

Gujarat election 2022ને લઈને ભાજપે આક્રમક પ્રચાર કરી દીધો છે. તેણે તેના કેન્દ્રીય અને લોકપ્રિય નેતાઓની ફોજ મેદાનમાં ઉતારી છે. ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ (Yogi Adityanath) પણ ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા છે. તે વાંકાનેર (Wankaner) ખાતેના ભાજપના ઉમેદવાર જીતુ સોમાણી (Jitu Somani) માટે પ્રચાર કરવા આવ્યા છે.

તેમણે સંબોધન દરમિયાન તેમની આગવી સ્ટાઇલમાં જણાવ્યું હતું કે સેવા,સુરક્ષા અને સુશાસન ભાજપ સરકારનો મુદ્રાલેખ છે. વડાપ્રધાન મોદીનું ગુજરાત મોડેલ (Gujarat Model) સમગ્ર દેશનું મોડેલ બની ગયું છે. વડાપ્રધાન મોદીએ ગુજરાત મોડેલના સથવારે ગુજરાતનો વિકાસ કર્યો અને રાજ્યને નવી ઊંચાઈએ લઈ ગયા હવે તે જ મોડેલને બીજા રાજ્યો અનુસરી રહ્યા છે અને આ જ માર્ગે આગળ વધીને દેશને નવી ઊંચાઈએ લઈ જવા ગતિશીલ છે.

તેમણે ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણીને જીતાડવાની હાકલ કરતા જણાવ્યું હતું કે આ વિજય ફક્ત ફક્ત જીતુભાઈ સોમાણીનો જ વિજય નથી, સેવાના સંકલ્પ અને સુશાસનનો વિજય છે. ઉલ્લેખનીય છે કે ગઈ ચૂંટણીમાં જીતુ સોમાણીનો કોંગ્રેસના પીરઝાદા મુહમ્મદ જાવિદ સામે 1,361 મતે પરાજય થયો હતો.

તેમણે તેની સાથે મોરબી (Morbi) દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું હતું કે મોરબી જબરજસ્ત કાઠિયાવાડી ખમીર ધરાવે છે. આ પહેલા પણ આવેલી મચ્છુ ડેમ દુર્ઘટનામાંથી બેઠા થઈને આ શહેરે એક ઇન્ડસ્ટ્રીયલ સિટી તરીકે તેની આગવી ઓળખ વિકસાવી છે. મોરબીના સિરામિક ઉદ્યોગની (Ceramic industry) આજે વિશ્વભરમાં નામના છે.

વડાપ્રધાન મોદીએ પહેલા ગુજરાતને વીજળી, પાણી, ખરાબ રસ્તા અને સરકારની ઢીલી નીતિમાંથી મુક્ત કરવાનું બીડું ઉઠાવ્યું હતું હવે તે જ જવાબદારી તે રાષ્ટ્રીય સ્તરે નીભાવી રહ્યા છે. આજે સમગ્ર વિશ્વ કહે છે કે ભારત ખુશનસીબ છે કે તેને વડાપ્રધાન મોદી મળ્યા છે. તેમની નીતિઓ અને કાર્યો ભારતને વિશ્વમાં આગળ જ લઈ જઈ રહી હોવા ઉપરાંત સન્માન પણ અપાવી રહી છે. દરેક દેશોમાં ભારતીયોને સન્માનથી જોવામાં આવે છે. યુક્રેન-રશિયા યુદ્ધ જેવી સ્થિતિમાં પણ બંને દેશોએ ભારતીયોને સન્માન આપીને વિદાય આપી હતી.

ગુજરાતે અમુલથી શરૂ કરેલા સહકારી મોડેલના લીધે ખેડૂત ખેતીની સાથે પશુપાલન કરી આત્મનિર્ભર બન્યો છે. હવે તેમણે રાજ્યમાં પોતાની જવાબદારીની આ જ ધુરા વર્તમાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને સોંપી છે. સેવા, સુરક્ષા અને સુશાનના સંકલ્પના લીધે ભાજપને વિશ્વાસ છે કે આ વખતે પણ પ્રજા તેમને જનાદેશના સ્વરૂપમાં સેવા કરવાના આશીર્વાદ આપશે.

આ પણ વાંચોઃ

Gujarat Election 2022/ નવસારીમાં નડ્ડા કોંગ્રેસ પર વરસ્યાઃ પીએમ નેહરુએ એક તો PM મોદીએ 15 એઇમ્સ બનાવી

Gujarat Election/ MPના CM શિવરાજસિંહ ચૈાહાણ કચ્છમાં AAP અને કોંગ્રેસ પર ગર્જયા, PM