Gujarat election 2022/ નવસારીમાં નડ્ડા કોંગ્રેસ પર વરસ્યાઃ પીએમ નેહરુએ એક તો PM મોદીએ 15 એઇમ્સ બનાવી

તેમણે કહ્યું હતું કે દેશના પ્રથમ વડાપ્રધાન નેહરુએ એક એઇમ્સ બનાવી હતી તો વર્તમાન વડાપ્રધાન મોદીએ 15 એઇમ્સ બનાવી હતી. જ્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ છ એઇમ્સ બનાવી હતી. 

Top Stories Gujarat
nadda ie 2 1 નવસારીમાં નડ્ડા કોંગ્રેસ પર વરસ્યાઃ પીએમ નેહરુએ એક તો PM મોદીએ 15 એઇમ્સ બનાવી

Gujarat election 2022ને લઈને ભાજપે (BJP)આક્રમક પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપ પક્ષપ્રમુખ જેપી નડ્ડાએ (JP Nadda) ગુજરાતમાં નવસારી (Navsari) ખાતે સભાને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)ની આગેવાની હેઠળ ફક્ત ગુજરાત નહી સમગ્ર દેશ વિકાસની નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે. તેમણે કહ્યું હતું કે દેશના પ્રથમ વડાપ્રધાન નેહરુએ (Nehru) એક એઇમ્સ (AIIMS) બનાવી હતી તો વર્તમાન વડાપ્રધાન મોદીએ 15 એઇમ્સ બનાવી હતી. જ્યારે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીએ (Atalbiharivajpayee) છ એઇમ્સ બનાવી હતી.

પીએમના વિઝન આગળ બધા નિરુપાય

વિકાસની વાત આવે ત્યારે વડાપ્રધાનના વિઝન (Vision) આગળ કોઈ ટકતું નથી. તેમણે વિપક્ષની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે સત્તા પર આવનારા બીજા પક્ષોએ દેશમાં ધર્મ અને જાતિના આધારે વિભાજનનું ઝેર ગોળ્યું. જ્યારે વડાપ્રધાને સબ કા સાથ, સબ કા વિકાસ અને સબ કા વિશ્વાસની રાજનીતિ કરી. વડાપ્રધાનના આ જ વિઝનના લીધે જે ગુજરાતમાં મહિલાઓએ પાણી માટે વલખા મારવા પડતા હતા અને ટેન્કરોની રાહ જોતાં રસ્તા પર લાઇનમાં ઊભા રહેવું પડતું હતું ત્યાં આજે ઘેર-ઘેર પાણી મળે છે. ફક્ત શહેરો જ નહી ગ્રામીણ વિસ્તારોમાં પણ ઘેર-ઘેર પાણી પહોંચતું થઈ ગયું છે.

આ સિવાય મહિલાઓએ ખુલ્લામાં શૌચક્રિયા માટે જવું પડતું હતું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા મિશન હેઠળ દરેક ઘરે સંડાસ-બાથરૂમ બનાવી આપ્યા. આ બધી બાબતો મહિલાઓના સન્માન સાથે જોડાયેલી છે. વડાપ્રધાન મોદીના આ પગલાંના લીધે આજે મહિલાઓએ પાણી ભરવા માટે લાઇનમાં ઊભા રહેવું પડતું નથી કે ખુલ્લામાં શૌચ કરવા જવું પડતું નથી.

કોરોનાની રસી એક જ વર્ષમાં શોધાઈ

આ દેશમાં ટિટાનસની દવા આવતાં 25 વર્ષ લાગ્યાં, શીતળાની દવા માટે 28 વર્ષ, ક્ષય રોગની દવા માટે 30 વર્ષ, જાપાની તાવની દવાને 100 વર્ષ લાગ્યાં અને PM મોદીએ 9 મહિનાની અંદર ભારતને સુરક્ષા કવચ આપવાનું કામ કર્યું. કોરાનાની 2-2 રસીઓ તેમણે આટલા સમયગાળામાં તૈયાર કરાવી.

જેપી નડ્ડાએ કહ્યું કે, ‘ગુજરાત સંતોની ભૂમિ છે, સિંહોની ભૂમિ છે, દેશને દિશા આપનારી ભૂમિ છે, ઇતિહાસ આનો સાક્ષી છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ પણ ગુજરાત સાથે સંબંધિત છે. બીજી તરફ જો આપણે રાજનીતિની સંસ્કૃતિને બદલવાની, દેશની સેવાથી ભરપૂર અને નવા ભારતના નિર્માણની વાત કરીએ તો આપણા સફળ વડાપ્રધાન પણ આ જ ધરતીના છે.

આ પણ વાંચો

Gujarat Election/ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે ભાજપ પર કર્યા આકરા પ્રહાર,

Gujarat Assembly Election 2022/ સમાપ્ત થઇ ગયું પાટીદાર આંદોલન! જાણો તેના તમામ