Gujarat Election/ કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે ભાજપ પર કર્યા આકરા પ્રહાર, મોરબી હોનારત મામલે કોઇ કાર્યવાહી કેમ ન કરાઇ?

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હાલ ચૂંટણીનો માહોલ રાજ્યમાં જામ્યો છે. રાષ્ટ્રીય નેતાઓની ફૌજ ઉતરી છે

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
2 23 કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે ભાજપ પર કર્યા આકરા પ્રહાર, મોરબી હોનારત મામલે કોઇ કાર્યવાહી કેમ ન કરાઇ?
 • કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ વડોદરામાં
 • દિગ્વિજયસિંહે મંતવ્ય ન્યૂઝ સાથે કરી ખાસ વાતચીત
 • મંતવ્ય ન્યૂઝ સાથે EXCLUSIVE વાતચીત
 • દિગ્ગજ કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહ
 • મધ્યપ્રદેશના પૂર્વ CM દિગ્વિજયસિંહ
 • દિગ્વિજયસિંહે ભાજપ પર કર્યા શાબ્દિક પ્રહાર
 • દિગ્વિજયસિંહનું મંતવ્ય ન્યૂઝ પર નિવેદન
 • ભાજપે અનેક વાતો કરી વાયદા કર્યા,પાલન નહીં
 • કાળા ધન,આતંકવાદની માત્ર વાતો,પાલન નહીં
 • અનેક વિષયોનાં વાયદાનું શું થયું..?
 • મોરબી હોનારત મુદ્દે કેમ કાર્યવાહી ના કરાઈ.?
 • મેં ગુજરાત બનાવ્યું- આ અહમની વાત કરે છે
 • કોંગ્રેસે તમામ મુદ્દા ઉઠાવ્યા છે
 • કોંગ્રેસ પરિવર્તન લાવશે અને સરકાર રચશે
 • દિગ્વિજયસિંહે કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યકત કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે ત્યારે હાલ ચૂંટણીનો માહોલ રાજ્યમાં જામ્યો છે. રાષ્ટ્રીય નેતાઓની ફૌજ ઉતરી છે, તમામ દિગ્ગજ નેતાઓ હાલ ગુજરાતમાં પ્રચાર અર્થે આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહએ મંતવ્ય  વેબ સાથે વાતચીત કરી હતી .

દિગ્વિજય સિંહે ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપે વાયદા  કર્યા હતા પરતું નિભાવ્ય નથી. કાળા ધન આતંકવાદની વાતો સુધી સીમિત છે . મોરબી હોનારત મામલે કેમ કાર્યવાહી કરવામાં ન આવી. આ સાથે તેમણે વધુમાં કહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહંકારની વાત કરે છે. મે ગુજરાત બનાવ્યું છે તે અહમની વાત કરી છે. આ વખતે કોંગ્રેસ પરિવર્તન લાવશે અને સરકાર બનાવશે.