નિધન/ સૈારાષ્ટ્રના જાણીતા વકીલ નિરંજન દફતરીનું નિધન

તેમને કોરોના પોઝીટીવ આવતા તેમનું નિધન થયુ

Gujarat
111 સૈારાષ્ટ્રના જાણીતા વકીલ નિરંજન દફતરીનું નિધન

રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાવી રહ્યો છે . ચારે તરફ કોરોનાના કારણે લોકોમાં ડર છે અને અનેક મૃત્યુ થઇ રહ્યા છે. રોજના દસ હજારથી પણ વધારે કેસો નોંધાઇ રહ્યા છે. ત્યારે સાૈરાષ્ટ્રમાં પણ કોરોના વધી રહ્યો છે. અને તેનો ભોગ બન્યા જાણીતા એડવોકેટ નિરંજન દફતરી. કોરોનાના કારણે તેમનું નિધન થયુ છે.

એડવોકેટ નિરંજન 79 વર્ષના હતા, અને તેમને કોરોના પોઝીટીવ આવતા તેમનું નિધન થયુ છે.  છેલ્લા 10 દિવસથી તેઓ કોરોનાની સારવાર લઇ રહ્યા હતા. રાજકોટની પ્રાઇવેટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મરણના સમાચાર સાંભળતા ગુજરાતના વકીલ આલમમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.