છોટાઉદેપુર/ હું આજથી દોર,ધાગા,તથા અંધશ્રદ્ધાના ધતિંગ બંધ કરું છું, જયેશ ઉર્ફે જયુની કરાઈ ઘરપકડ

નસવાડી તાલુકાના વાઘીયા મહુડા ગામનો જયેશ ઉર્ફે જયુ માતાજીના નામે ભક્તો પાસે પૈસા અને અડપલા કરતો હોવાનું ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા બહાર પાડવામાં આવ્યું.

Gujarat Others
જયેશ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાઘીયા મહુડા ગામનો જયેશ ઉર્ફે જયુ માતાજીના નામે ભક્તો પાસે થી રૂપિયા પડાવતો હતો અને મહિલાઓ સાથે અડપલા પણ કરતો હવોનો ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા આરોપ લગાવામાં આવ્યો છે. આ જયુ માતાજી નિઃસંતાન ને સંતાન પ્રાપ્તી, આરોગ્ય, ધંધો વેપાર વગેરેમાં સમસ્યાઓનું નિરકારણ કરવાના નામે લોકો જોડે લાખો રૂપિયા લેઇ છે.આ અંગે ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ જ્યારે જયુ માતાજીને ત્યા પહોચી તો એક મહિલાએ જણાવ્યું કે, મને કાળો દોરો બાંધીને મારા શરીર પર હાથ ફેરવ્યો હતો પોલીસે આ મામલે આગળની કાર્યવવાહી હાથ ધરી છે.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના વાઘીયા મહુડા ગામનો જયેશ ઉર્ફે જયુ માતાજી સ્ત્રીનો પહેરવેશ પહેરીને છેલ્લા પાંચ વર્ષથી દુઃખ દર્દ.અસાધ્ય રોગ.બાધા ટેક.નિઃસંતાન ને સંતાન પ્રાપ્તી.ધંધો.પતિ પત્નીના ઝગડા જેવા અનેક દુઃખ દર્દ મટાડવાનું કામ કરે છે. જુવાર વાડીના નામે 3 હજારથી 15 હજારની રકમ વસૂલે છે બાધા અને ટેકના નામે 1 લાખ રૂપિયા પડાવે છે.જયુ માતાજી સ્ત્રીનો પહેરવેશ પહેરીને ધુણવાનું અને જવાબ આપવાનું આરતી ઉતારીને લોકોને પ્રભાવિત કરે છે.જયુ માતાજીના ઘરના સભ્યો અને સેવકો મદદ કરી પ્રચાર કરી લોકોને આકર્ષે છે.અને જયુ માતાજી ખાસ કરીને પીડિત મહિલાઓને આશીર્વાદ આપતી વખતે વાંસના ભાગે હાથ ફેરવી વિકૃત હરકત કરે છે.ત્રાસી નજરે મહિલાઓને સામે વારંવાર જોઈ ટાર્ગેટ બનાવે છે.

આ તમામ બાબતોની જાણ ભારત જન વિજ્ઞાન જાથાને જાણ થતાં નસવાડી પોલીસને સાથે રાખી જયેશ ઉર્ફે જયુ માતાજીના મંદિરે વાઘીયા મહુડા ખાતે પહોંચ્યા હતાં અને ત્યાં પોતાનું દુઃખનું નિવારણ થાય તેના માટે રાજકોટથી આવેલ મહિલા ભાનુબેનને પૂછવામાં આવતા કહેવામાં આવેલું કે મારા પગમાં કાળો દોરો બાંધીને મારી પીઠ પર હાથ ફેરવા છે.ત્યાર બાદ નસવાડી પોલીસે જયેશ ઉર્ફે જયુ માતાજીને નસવાડી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યો છે.અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો:ગુજરાતમાં કોંગ્રેસ કેમ હારી, કોણ જવાબદાર? પાર્ટીના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ જણાવ્યું કારણ

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ કેમ હારી, જયરામ રમેશે આપ્યા ચાર કારણો, ગેહલોત-પાયલોટની ટક્કર પર પણ બોલ્યા

આ પણ વાંચો: ગુજરાતમાં કેજરીવાલને ઝટકો, AAP ધારાસભ્ય ભુપત ભાયાણી ભાજપને આપશે સમર્થન