વિસાવદર/ ગુજરાતમાં કેજરીવાલને ઝટકો, AAP ધારાસભ્ય ભુપત ભાયાણી ભાજપને આપશે સમર્થન

વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી જીત મેળવી જાયન્ટ કિલર સાબિત થયા હતા. ભાજપે આ બેઠક પર કોંગ્રેસ છોડીને આવેલા હર્ષદ રીબડિયાને ટિકિટ આપી હતી

Top Stories Gujarat Gujarat Assembly Election 2022 Others
ભુપત ભાયાણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ વખત જીત મેળવનાર આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. અહેવાલ મુજબ, અરવિંદ કેજરીવાલની પાર્ટીના ધારાસભ્ય ભુપત ભાયાણી ભાજપને સમર્થન કરશે જે આજે પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પરત ફરશે. આપને જણાવી દઈએ કે ભાયાણી વિસાવદર સીટના ધારાસભ્ય છે.

આપને જણાવી દઈએ કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં વિસાવદર બેઠક પર આમ આદમી પાર્ટીએ શાનદાર જીત નોંધાવી હતી. ટીવી અહેવાલો છે કે તેઓ જોડાવાને બદલે ભાજપને બહારથી સમર્થન આપશે. વિસાવદર બેઠક પર AAPના ભુપત ભાયાણી એ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારોને હરાવ્યા હતા. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ અહીં ભૂપેન્દ્રભાઈ 65675 મતોથી જીત્યા હતા.

AAP ઉમેદવાર પ્રારંભિક વલણોથી આગળ હતા. તેમણે ભાજપના વર્તમાન ધારાસભ્ય હર્ષદ કુમારને હરાવ્યા હતા. હર્ષદ કુમારને 58771 મત મળ્યા. ત્રીજા નંબર પર કોંગ્રેસના ઉમેદવાર કરશનભાઈ હતા જેમને 16781 મત મળ્યા હતા.

આ સમાચાર વચ્ચે એવા પણ સમાચાર મળી રહ્યા છે કે ભાજપનાં વિસાવદરનાં ઉમેદવાર હર્ષદ રીબડિયાએ આ અંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ સાથે મુલાકાત કરી હતી. આ અંગે આધારભૂત સૂત્રોનાં માધ્યમથી ખબર મળી રહી છે કે, હર્ષદ રાબડિયાએ સી. આર. પાટિલને રજૂઆત કરી હતી કે, આપનાં ધારાસભ્ય ભૂપત ભાયાણીને ભાજપમાં ન જોડશો.

વિસાવદરમાં આપની જીત પાછળનું મુખ્ય કારણ ભાજપના ઉમેદવાર હર્ષદ રિબડીયા માનવામાં આવી રહ્યા છે. તેમણે છેલ્લી ઘડીએ કોંગ્રેસ છોડી ભગવો ધારણ કર્યો હતો. ભાજપે હર્ષદ રિબડીયાને ટિકિટ આપી હતી. તેમજ કોંગ્રેસની સ્થાનિક નબળી નેતાગીરી, આ બન્ને લાભ આપ ઉમેદવારને જીતાડવામાં મદદ કરી. હર્ષદ રિબડીયાએ પેટા ચૂંટણીમાં કેશુભાઇ પટેલના પુત્ર ભરત પટેલને હરાવી સનસનાટી મચાવી હતી. જે બાદ તેઓ આ ચૂંટણી વખતે ભાજપમાં આવ્યા અને આમ આદમી પાર્ટીના ભુપેન્દ્રભાઇ ભાયાણી સામે હારી ગયા છે. કારણ કે લોકોએ પાર્ટી બદલવું ઉમેદવારને પસંદ ન કર્યા. તે વાતનો લાભ સીધો આપ પાર્ટી મળ્યો છે.

વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બનેલા ભુપત ભાયાણી કે જેવો એક સમયના આ વિસ્તારમાં ભાજપના દિગ્ગજ અને કદાવર નેતા તરીકે જાણીતા હતા. પરંતુ કોઈ કારણોસર ભાજપ છોડી તેઓ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલના પરિવર્તનના વિચારોથી પ્રભાવિત થઈ પોતે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. ત્યારે હવે ફરી તેઓ ઘર વાપસી કરી રહ્યા છે અને આજે ફરી ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો:હિમાચલ પ્રદેશના 15મા સીએમ બન્યા સુખવિંદર સિંહ, મુકેશ અગ્નિહોત્રીએ ડેપ્યુટી સીએમ તરીકે લીધા શપથ

આ પણ વાંચો:ગુજરાતમાં AAPએ બગાડી રમત : પી ચિદમ્બરમ

આ પણ વાંચો:‘વિકાસનો અર્થ માત્ર રસ્તાઓ અને ફ્લાયઓવર નથી, દેશને આગળ વધારવા માટે માનવીય માળખાકીય સુવિધાઓને આગળ વધારવી પણ જરૂરી’- PM મોદી