Not Set/ ઓપરેશન “જૈશ” માં આતંકવાદી, કમાન્ડર ઢેર કરાયા – MEA

પુલવામા આતંકવાદી હુમલા બાદ, ભારતીય વાયુસેનાએ એયર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ આ સમગ્ર ઓપરેશનની પુષ્ટિ કરી હતી અને આ અંગે દેશને માહિતી આપી હતી. ગોખલેએ કહ્યું કે 20 વર્ષ સુધી, જૈશ પાકિસ્તાનથી આતંકવાદી કાવતરું કરી રહ્યા હતા અને અત્યાર સુધી આતંકવાદી સંગઠનો તરફથી કોઈ પગલું લેવામાં આવ્યું નથી. […]

Top Stories India Trending
ik 4 ઓપરેશન "જૈશ" માં આતંકવાદી, કમાન્ડર ઢેર કરાયા - MEA

પુલવામા આતંકવાદી હુમલા બાદ, ભારતીય વાયુસેનાએ એયર સ્ટ્રાઈક કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ સચિવ વિજય ગોખલેએ આ સમગ્ર ઓપરેશનની પુષ્ટિ કરી હતી અને આ અંગે દેશને માહિતી આપી હતી. ગોખલેએ કહ્યું કે 20 વર્ષ સુધી, જૈશ પાકિસ્તાનથી આતંકવાદી કાવતરું કરી રહ્યા હતા અને અત્યાર સુધી આતંકવાદી સંગઠનો તરફથી કોઈ પગલું લેવામાં આવ્યું નથી.

વિદેશ સચિવ વિજય ગોખલેએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 14 મી ફેબ્રુઆરીએ પાકિસ્તાન સ્થિત ત્રાસવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ પુલવામામાં ત્રાસવાદી હુમલો કર્યો હતો, જેમાં આપણા 40 સૈનિકો શહીદ થયા હતા. અગાઉ, પઠાણકોટમાં જૈશ દ્વારા આતંકવાદ હુમલા કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન હંમેશા આ સંગઠનોની હાજરી તેમના દેશમાંથી નકારી કાઢે છે. પાકિસ્તાનને અનેક વખત પુરાવા આપવામાં આવ્યા છે પરંતુ આતંકવાદી સંગઠન સામે તેમણે કોઈ પગલાં લીધા.

ગોખલેએ કહ્યું કે જૈશ ભારતના ઘણા ભાગોમાં આતંકવાદી કૃત્યોને અંજામ આપવાના ફિરાકમાં હતો અને આના  માટે ફિદાયીન આતંકીઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી હતી.આ ખતરા સાથે વ્યવહાર કરવા માટે  સ્ટ્રાઈક કરવી જરૂરી થી ગી હતી.અમે ખુફીતા જાણકારીના આધારે સવારે બાલાકોટમાં એયર સ્ટ્રાઈક કરી છે. જેમાં જૈશના કમાન્ડર સહિત ઘણા આતંકવાદીઓને ઢેર કરવામાં આવ્યા છે. આ એક અસૈન્ય  કારવાહી હતી જેમાં માત્ર આતંકવાદી સંગઠનોને લક્ષ્યાંક બનાવવામાં આવ્યા હતા.

સિવિલિયનને નુકશાન નથી…

તેમણે કહ્યું કે આ કાર્યવાહીમાં ના કોઈ સિવિલિયન અને ના સેનાને ટારગેટ કરવામાં આવ્યા છે, પરંતુ અમારું લક્ષ્ય આતંકવાદી કેમ્પ હતું. ગોખલેએ કહ્યું કે બાલાકોટમાં કેમ્પ જૈશ સરગના મૌલાના મસૂદ અઝહરના સંબંધી મૌલાના યુસુફ અઝહર ચલાવી રહ્યો હતો. સાથે આ  કાર્યવાહીમાં કોઈપણ નાગરિકને નુકશાન ન થયા તેવી સંપૂર્ણ કોશિશ કરવામાં આવી છે.વાયુસેનાએ જંગલોના વચ્ચે ઉચ્ચ ટેકરી પર બનેલ જૈશનું સૌથી મોટું કેમ્પ પર સ્ટ્રાઈકને અંજામ આપ્યો છે.

વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સની પહેલાં, સીસીએસની બેઠક વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ઘરે રાખવામાં આવી હતી, જ્યાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમન, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ અને એનએસએ અજિત ડોભાલ હાજર હતા. માહિતી અનુસાર, વાયુસેનાના 12 મિરાજ 2000 મિરાજે આતંકવાદી પાયા પર 1,000 કિલોગ્રામ વિસ્ફોટકોને ફેક્યો છે, જેમાં 200 થી 300 આતંકવાદીઓની જીવ જવાની ધારણા છે.