ગુજરાત/ AC કારમાં નહીં સામાન્ય લોકો સાથે બસમાં બેસીને જાય છે વિધાનસભા જાય છે આ ધારાસભ્ય

રાજકીય આગેવાનોએ ઘણી વખત મોંઘી કાર, ડીઝલ અને દ્રાઈવર સાથે આપવાની ઓફર કરી છતાં કરશન સોલંકી વાપરતા કાર નથી.

Gujarat Gujarat Assembly Election 2022 Others Trending
ધારાસભ્ય

સામાન્ય રીતે કોઈ પણ ધારાસભ્ય કેવા હોય તેવી વાત આવે ત્યારે સૌ કોઈની નજર સમક્ષ એક જ છબી ઉપસી આવે કે, જેની આસપાસ બબ્બે પી એ હોય, જેની મોંઘી એસી કાર હોય, કારમા દ્રાઈવર હોય, જેને મળવા એપોન્ટમેન્ટ લેવી પડે, જે ધારાસભ્ય ને લાલ લાઇટ વાળી ગાડીનો મોહ હોય. પરંતુ આજે અમે આપને એક એવા ધારાસભ્યની મુલાકાત કરાવીએ કે જે પોતે સામાન્ય લોકોની જેમ બસમાં લોકો સાથે જ મુસાફરી કરે છે. અને એ પણ જ્યાં જગ્યા મળે ત્યાં બેસીને નહીં તો ઉભા ઉભા. પોતાના નિવાસ સ્થાનેથી કોઈના બાઈક ઉપર કે ચાલતા બસ સ્ટેશને જવાનું અને ગાંધીનગર વિધાનસભામાં તેઓ બસમાં જ જાય છે.

તમે મહેસાણાથી કે કડીથી ગાંધીનગર કે અમદાવાદ તરફ બસમાં મુસાફરી કરી રહ્યા હોય અને તમારી બાજુમાં કોઈ ધારાસભ્ય આવીને બેસી જાય તો ચોકતાં નહીં. જી હાં, સામાન્ય રીતે કોઈ પણ ધારાસભ્યની એવી ઇમેજ જોવા મળે છે કે, જેની આસપાસ પી.એ. કે કાર્યકર્તાઓનો જમાવડો હોય. પરંતુ મહેસાણાના કડી સીટ પર થી ભાજપમાંથી જીતેલા કરશન સોલંકી એક એવા સમાજ માટે ઉદાહરણ રૂપ ધારાસભ્ય છે કે, જેમની શીખ બીજા ધારાસભ્યો કે નેતાઓએ લેવી જ રહી.

કડીના ભાજપના ધારાસભ્ય પોતાનું જીવન એટલું તો સાદગીપૂર્ણ જીવે છે કે, તેઓને પોતાના નિવાસ સ્થાનેથી ગાંધીનગર વિધાનસભા જવું હોય તો તેઓ ઘરેથી ચાલતા નીકળે અને કોઈ રસ્તામાં મળે તો તેના બાઈક પર પણ બેસી જાય, નહીતો ચાલતા જ બસ સ્ટેશને પહોંચી જાય છે. અને સામાન્ય મુસાફરોની વચ્ચે જ સામાન્ય માણસ બનીને બસની રાહ જોતા પણ જોવા મળી જાય. અને બસના પાટિયા જોતા પણ જોવા મળી જાય. એટલું જ નહીં બસ આવતા તેમાંય જ્યા જગ્યા મળે ત્યાં બેસી પણ જાય. કોઈને ઉભા કરવાની તો વાત જ દૂર રહી જગ્યા ના મળે તો ઉભા ઉભા પણ મુસાફરી કરી લે, એવા છે કડીના ભાજપના ધારાસભ્ય કરશન સોલંકી. તેમને ના તો કોઈ અભિમાન છે ધારાસભ્ય હોવાનું કે ના કોઈ ઘમંડ છે કે તેમને સ્પેશ્યલ સીટ જ જોઈશે. આવા સિમ્પલ છે ધારાસભ્ય કરશન સોલંકી.

કડીના આ ધારાસભ્ય કરશન સોલંકી વિશે એવું પણ ના માનતા કે એ ચાર વર્ષ અગાઉ ધારાસભ્ય બન્યા પછી માત્ર દેખાવ કરવા બસમાં બેસે છે. આ એમનું જીવન જ સાદગી વાળું છે. કરશન સોલંકી જ્યારથી ભાજપમાં જોડાયા ત્યારે નાના હોદ્દા પર હતા તે સમયે પણ 20 થી25 વર્ષ અગાઉ પણ બસમાં જ મુસાફરી કરતા હતા. કરશન સોલંકી ધારાસભ્ય બન્યા ત્યારથી અત્યાર સુધી આ વિસ્તારના ભાજપના અન્ય નેતાઓ, આગેવાનો, મિલ માલિકો એ પણ ઓફર કરી કે, કરશન કાકા તમને મોંઘી કાર ગિફ્ટ આપીએ અને તેમાં દ્રાઈવર અને ડીઝલ પણ અમારા તરફથી. પણ આ તો, કરશન કાકા,ચોખ્ખી ઘસીને ના પાડી દીધી આ તમામને. અને કહી દીધું કે આપણે તો સરકારી બસ જ ફાવે. આવું જીવન જોનારા સાક્ષી છે, તેમની સાથે મુસાફરી કરનાર મુસાફરો, બસના દ્રાઈવર અને કંડકટરો અને કડી apmc ના ચોકીદાર તો એમ કહે છે કે, તેઓ apmc આવે તો ચોકીદાર ને પણ પહેલા ખબર અંતર પુછે. અને ઉતાવળ હોય તો ભૂલથી બીજાના ચપ્પલ પહેરીને પણ જતા જોયા છે.

આમ, તમે પણ કોઈ વખત બસમાં મુસાફરી કરતા જતા હોય અને બાજુમાં ધારાસભ્ય કરશન સોલંકી આવીને બેસી જાય તો ચોકી ના ઉઠતા. કારણ કે, આવા જ છે આ કરશન કાકા. અને આવા જ રહેશે. એમને નથી કોઈ લાલ લાઈટ વાળી ગાડીનો મોહ, કે નથી જોઈતી એસી અને દ્રાઈવર વાળી ગાડી, કે નથી જોઈતા કોઈ કોઈ પી.એ., એમનું જીવન જ વર્ષોથી સાદગી ભર્યું જીવે છે. અને એમનું આવું સાદું જીવન જોતા સૌ કોઈ બોલી ઉઠે છે કે, ધારાસભ્ય હોય તો કરશન કાકા જેવા.જો આવી રીતે લોકોના કામ કરવા જ ધારાસભ્ય તરીકે રાજ્યના તમામ ધારાસભ્યો કામ કરવા લાગે તો ગુજરાતનો ઉદ્ધાર થઈ જાય અને દેશ વિદેશમાં ચર્ચા થવા લાગે. પણ બીજા ધારાસભ્યો ને તો ઠાઠ કયા છૂટે એમ છે જ.

આ પણ વાંચો: બેંગલુરૂ પોતાની પ્રથમ જી-20 મીટિંગની યજમાની કરવા માટે તૈયાર છે

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ કેમ હારી, જયરામ રમેશે આપ્યા ચાર કારણો, ગેહલોત-પાયલોટની ટક્કર પર પણ બોલ્યા

આ પણ વાંચો:ગુજરાતમાં કોંગ્રેસ કેમ હારી, કોણ જવાબદાર? પાર્ટીના વરિષ્ઠ નેતા વીરપ્પા મોઈલીએ જણાવ્યું કારણ