ગુજરાત ચૂંટણી 2022/ ગુજરાતમાં કોઈપણ પાટીદાર સીએમ પાંચ વર્ષ પૂરા કરી શક્યા નથી, ભુપેન્દ્ર પટેલ અપવાદ બનશે

ગુજરાતની 15મી વિધાનસભાના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ નિશ્ચિત છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં 156 બેઠક સાથેના ઐતિહાસિક વિજયના પગલે તેઓ મુખ્યપ્રધાન તરીકે નિશ્ચિત મનાય છે.

Top Stories Gujarat
Bhupendra Patel ગુજરાતમાં કોઈપણ પાટીદાર સીએમ પાંચ વર્ષ પૂરા કરી શક્યા નથી, ભુપેન્દ્ર પટેલ અપવાદ બનશે

ગુજરાતની 15મી વિધાનસભાના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ નિશ્ચિત છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં 156 બેઠક સાથેના ઐતિહાસિક વિજયના પગલે તેઓ મુખ્યપ્રધાન તરીકે નિશ્ચિત મનાય છે. આમ તે ગુજરાતના પાંચમાં પાટીદાર સીએમ બનશે. ભુપેન્દ્ર પટેલ ગુજરાતના સીએમ તો બનશે પણ તેની પાછળ હકીકત એ છે કે ગુજરાતના સીએમ તરીકે કોઈપણ પાટીદાર સીએમ પાંચ વર્ષ પૂરા કરી શકયા નથી. આમ હવે જો ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના સીએમ તરીકે પાંચ વર્ષ પૂરા કરવામાં સફળ રહે તો તે સત્તા પર પાંચ વર્ષ પૂરા કરનારા પહેલા પાટીદાર સીએમ પણ બની શકે છે.

ગુજરાતમાં સૌપ્રથમ સીએમ તરીકે ચીમનભાઈ પટેલ આવ્યા હતા. તેના પછી બાબુભાઈ પટેલથી કેશુભાઈ પટેલ કોઈ અકળ કારણસર પાંચ વર્ષ સીએમતરીકે પૂરા કરવામાં નિષ્ફળ ગયા હતા. તેમા ઇતિહાસ જોઈએ તો બાબુભાઈ પટેલથી તો કેશુભાઈ પટેલ સહિત, ચીમનભાઈ પટેલની સાથે આનંદીબેનની આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયુ હતું. ચીમનભાઈ અને કેશુભાઈ પટેલ બે-બેવખત સીએમ બન્યા હતા તો પણ તે ટર્મ પૂરી કરી શક્યા ન હતા. જ્યારે બાબુભાઈને કટોકટી નડી હતી, ચીમનભાઈને પહેલી વખત નવનિર્માણ આંદોલન નડ્યુ. બીજી વકત મુખ્યમંત્રી કાળ દરમિયાન જ તેમનું અવસાન થયું હતુ. કેશુભાઈ પટેલને એક વખત ભાજપના બળવાખોરોએ ઉથલાવ્યા તો બીજી વખત દિલ્હીમાં બેઠેલા હાઇકમાન્ડે રાજીનામુ માંગી લઈ તેમને સત્તા પરથી દૂર કર્યા હતા. જ્યારે આનંદીબેન પટેલને પાટીદાર અનામત આંદોલન નડી ગયું હતું.

આ પણ વાંચોઃ

Election Results 2022/ હિમાચલની જીતથી કોંગ્રેસને મળી આ સંજીવની, 2024માં આવશે કામ

Gujarat Election 2022/ ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ જાણો વિવિધ સમાજોનું વોટબેન્કનું વિવિધ ગણિત