Not Set/ ફિલ્મો જેણે બદલી નાંખ્યો છે, વિશ્વનો રાજકીય ઇતિહાસ !!!

ચૂંટણીઓમાં જ્યારે મુદ્દાની રાજનીતિ હવે નામ શેષ થઇ ગઇ છે ત્યારે કોઇ મુદ્દા તરફથી ધ્યાન ડાઇવર્ટ કરવા કે કોઇ મુદ્દા તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે પ્રોપેગંડ ફિલ્મોનું ખાસ પ્રકારે નિર્માણ કરવામાં આવતું હોય છે. ભારતમાં પણ અનેક વખત આવી ફિલ્મોનાં માધ્યમથી પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. અને હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપીક સમાન ફિલ્મ નરેન્દ્ર […]

Top Stories Entertainment
pjimage 26 ફિલ્મો જેણે બદલી નાંખ્યો છે, વિશ્વનો રાજકીય ઇતિહાસ !!!

ચૂંટણીઓમાં જ્યારે મુદ્દાની રાજનીતિ હવે નામ શેષ થઇ ગઇ છે ત્યારે કોઇ મુદ્દા તરફથી ધ્યાન ડાઇવર્ટ કરવા કે કોઇ મુદ્દા તરફ ધ્યાન આકર્ષિત કરવા માટે પ્રોપેગંડ ફિલ્મોનું ખાસ પ્રકારે નિર્માણ કરવામાં આવતું હોય છે. ભારતમાં પણ અનેક વખત આવી ફિલ્મોનાં માધ્યમથી પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો છે. અને હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપીક સમાન ફિલ્મ નરેન્દ્ર મોદીએ ચૂંટણી સમયે રીલીઝ થવા બાબતે ખાસો વિવાદ જગાવતા મામલો છે સુપ્રિમમાં પહોંચી ગયો અને સુપ્રિમે ચૂંટણી પરિણામ પછી એટલે કે 24’મેનાં રોજ ફિલ્મ રિલીઝ કરવાનો આદેશ કર્યો છે ત્યારે આવી પ્રોપેગંડા ફિલ્મ વિશે માહિતી મેળવવાની માનવ સહજ જીજ્ઞાશા થાય તે સ્વાભાવીક છે.

“ધ એક્સીડેન્ટલ પ્રાઇમિનીસ્ટ અને “નરેન્દ્ર મોદી” જેવી હાલમાં જ આવેલી કે આવી રહેલી ફિલ્મો કે “ઉરી” – ધ સર્જીકલ સ્ટ્રાઇક, પોખરણ અને જમીન જેવી થોડા સમય પૂર્વે રજુ થયેલી ફિલ્મો ભારતનાં સંદર્ભમાં આના ઉત્તમ ઉદાહરણો છે.  પરંતુ આવું પણ બીલકુલ નથી કે આ રીતભાત માત્રને માત્ર ભારત પૂરતી જ સીમીત છે. વિશ્વનાં અનેક દેશો આ પ્રકારનાં પ્રચારનો સહારો લે છે.

Parmanu film poster ફિલ્મો જેણે બદલી નાંખ્યો છે, વિશ્વનો રાજકીય ઇતિહાસ !!!

ચૂંટણી આમ તો મુદ્દા આધારીત હોવી જોઇએ અને હોય પણ છે. રાજકીય પક્ષો દ્રારા કેટલા પ્રજાલક્ષી કામો કરવામાં આવ્યા કે પક્ષોનો ભવિષ્ય માટેનો કેવો દષ્ટી કોણ છે તે પ્રસ્તાપિત કરી ચૂંટણીમાં જીત હાંસલ કરવામાં આવે છે. પરંતુ આની સાથે કરેલા કામોની રૂપરેખા પણ પ્રજા સુધી પહોંચાડવી જરૂરી  હોય જ છે. અને ફિલ્મો પણ આ માટેનું એક માધ્મ છે. પરંતુ કયારેક ફિલ્મોનું નિર્માણ હકીકતોથી અળગું ફક્ત પ્રચાર માટે પણ કરવામાં આવતું હોય છે. ચૂંટણી સમયે ચૂંટણીનાં વિવિધ ગણીત પાર પાડી, મતદારોના મન-મસ્તિષ્ક પર કબજો કરવાની દરેક રાજકીય પાર્ટીમાં જાણે હોડ લાગે છે. ત્યારે આ કામ કરવા માટે ફિલ્મી પ્રચારનો સહારો પણ લેવામાં આવતો હોય છે. આ ફિલ્મો રાજકીય વિષયોથી પ્રભાવિત કરતી કોઇને કોઇ સામગ્રી પીરસે છે. પરંતુ શું તમે જાણો છો કે કોઇ એક ફિલ્મ કેટલું પરિવર્તન લાવી શકવા સક્ષમ છે. જાણીને અશ્ચર્ય થશે કે આવ પ્રકારની રાજકીય પ્રચારની ફિલ્મોએ ફક્ત ભારતમાં જ નહીં પણ વિશ્વ ભરમાં દાખલા બેસાડ્યા છે અને સત્તાનાં સૂત્રોને બદલાવી નાખ્યા છે. તો ચાલો જોણીએ આવી અમુક આવી જ રાજકીય ફિલ્મો વિશે.

સિવિલાઇઝેશન

films civilization ફિલ્મો જેણે બદલી નાંખ્યો છે, વિશ્વનો રાજકીય ઇતિહાસ !!!

પ્રથમ વિશ્વ યુદ્ધનાં સમયે અમેરિકન સામાજ યુદ્ધ વિરોધી અને યુદ્ધ સમર્થક એમ બે ભાગમાં વહેંચાયેલો હતો. જ્યારે 1916માં બ્રિટન અને જર્મની યુદ્ધની તરફેણ કરતી લશ્કરી થીમની ફિલ્મોમાં પૈસાનું રોકાણ કરતા હતા. ત્યારે અમેરિકન નિર્માતા થોમસ એચ ઇન્સે સિવિલાઇઝેશન નામથી યુદ્ધ વિરોધી ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મની અમેરિકનો પર ખુબ બહોળી અશર જોવા મળી હતી. આ ફિલ્મે વુડરો વિલ્સને ફરી અમેરિકાનાં રાષ્ટ્રપતિ બનાવવાનું મહત્વ પૂર્ણ કામ પાર પાડ્યું. આનું કારણ હતું, અમેરિકનોએ વુડરોને ફિલ્મનાં પ્રભાવ મુજબ યુદ્ધમાંથી ઉગારનાર નેતા તરીકે જોયા.

અવર ન્યૂ પ્રેસિડન્ટ

OUR NEW PRESIDENT Copy ફિલ્મો જેણે બદલી નાંખ્યો છે, વિશ્વનો રાજકીય ઇતિહાસ !!!

રશિયામાં 2018ની સાલમાં આ ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું. આ ફિલ્મ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનાં ચૂંટણી પ્રચાર પર આધારીત છે. હા એ અગલ વાત છે કે આ ફિલ્મને રશિયાનાં નિર્માતા દ્રારા બનાવવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની જીતને અહીં આવી રીતે ઉજવવામાં આવી કે જાણે તે રશિય માટે કોઇ વ્યક્તિગત જીત હોય. ફિલ્મમાં રશિયન લોકોને રાષ્ટ્રપતિ ટ્રમ્પને જીતનાં અભિનંદન આપતા પણ દેખાય છે.

વૈગ ધ ડોગ

dvd wag the dog Copy ફિલ્મો જેણે બદલી નાંખ્યો છે, વિશ્વનો રાજકીય ઇતિહાસ !!!

1997માં રિલીઝ થયેલી આ ફિલ્મ વૈગ ધ ડોગમાં આવું દર્શાવવામાં આવ્યું હતું કે અમેરિકી રાષ્ટ્રપતિ બિલ ક્લિંટનનાં સમયમાં એવા લોકોને કામે રાખવામાં આવ્યા હતા, જે લોકો અમેરિકામાં યુદ્ધની સ્થિતી જેવી પરીસ્થિતિનું નિર્માણ કરે છે.  કરાણ કે મતદારોનું ધ્યાન ત્યારે ચાલી રહેલા કૌભાંડોથી હટી જાય. ફિલ્મની પટકથા ત્યારે વાસ્તવિક જીવનમાં સામે આવી જ્યારે બિલ ક્લિંટન પર વાઇટ હાઉસની કર્મચારી મોનિકા લેવિંસ્કીનું શારીરીક શોષણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો અને ત્યારે જ ક્લિટંન સરકારે ઇરાક પર બોમ્બમારાનો હુકમ કર્યો.

અમેજીંગ ચાઇના

Amazing China ફિલ્મો જેણે બદલી નાંખ્યો છે, વિશ્વનો રાજકીય ઇતિહાસ !!!

પાછલા વર્ષે ચીને વિજ્ઞાન અને તકનીક ક્ષેત્રે તાજેતરમાં હાંસલ કરેલી સિદ્ધિઓને લોકો સુધી પહોંચાડવા અમેઝિંગ ચાઇના નામની એક પ્રમોશનલ ફિલ્મ રજૂ કરી. કેટલાક લોકોએ આ ફિલ્મને યુ.એસ.-ચીન વેપાર યુદ્ધ સાથે જોડી અને મજબૂત રાષ્ટ્રવાદ માટે હિમાયત કરી. ચીન, જે યુ.એસ.થી સેમિકન્ડક્ટર ટેક્નોલૉજી માટે સંઘર્ષ કરે છે, ફિલ્મમાં તેને વર્તમાન ઉત્પાદનમાં વિશ્વના અગ્રણી દેશોમાંના એક તરીકે દર્શાવવામાં આવ્યું હતું. હા એ વાત આલગ છે કે પાછળથી ચીની સત્તાવાળાઓએ આ ફિલ્મને બજારમાંથી દૂર કરી દીધી હતી.

અંડર ધ સન

Under the Sun ફિલ્મો જેણે બદલી નાંખ્યો છે, વિશ્વનો રાજકીય ઇતિહાસ !!!

ઉત્તર કોરિયામાં વાસ્તવિકતાની કરૂણતા વેઠી રહેલા લોકોની સ્થિતિથી સદંતર વિરોધા ભાષી ફિલ્મ અંડર ધ સનનું નિર્માણ રશિયન ફિલ્મ નિર્માતાએ કર્યું છે. આ ફિલ્મમાં, ઉત્તર કોરિયાના લોકો વિશ્વના અન્ય દેશો કરતા વધુ ખુશી દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્મનાં નિર્માણમાં ઉત્તર કોરિયાના અધિકારીઓએ સ્પષ્ટ પણે સહી કરી હતી.

સેન્ડર્સ ઓફ ધ રિવર

Sanders of the River ફિલ્મો જેણે બદલી નાંખ્યો છે, વિશ્વનો રાજકીય ઇતિહાસ !!!

આ જોલ્ટોન કોર્ડા દ્વારા નિર્દેશિત બ્રિટીશ ફિલ્મ હતી. આ ફિલ્મને વેનિસ ફિલ્મ ફેસ્ટીવલમાં શ્રેષ્ઠ ફિલ્મ માટે પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું હતું કે બ્રિટીશ આર્મીનાં જાંબાઝ અને હિંમતવાન યોદ્ધાઓએ લાખો આફ્રિકન લોકોને આશરો આપી કઇ રીતે સુરક્ષિત કર્યા છે.

સેક્રેડ સોલ્જર્સ (પવિત્ર સૈનિકો)

Sacred Soldiers ફિલ્મો જેણે બદલી નાંખ્યો છે, વિશ્વનો રાજકીય ઇતિહાસ !!!

1945માં નિર્માણ પામેલી આ એનિમેશન ફિલ્મ, જાપાનીઝ પ્રાણીઓને તેમના જાપાનીઝ ટાપુને કથિત ક્રૂર બ્રિટીશ સૈન્ય પાસેથી કઇ રીતે બહાદુરી પૂર્વક યુદ્ધ જીતીને પાછો મેળ્યો તેની કહાની પર આધારીત છે. તે સમયગાળાનાં સમાચાર અહેવાલો દર્શાવે છે કે ફિલ્મનાં ડિરેક્ટર મિત્સુઓ સાઓને જાપાનીઝ નેવીનાં મંત્રાલય દ્વારા ફિલ્મ સેક્રેડ સોલ્જર્સને પ્રચાર ફિલ્મમાં રૂપાંતરિત કરવા માટે સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું હતું.

આમ વિશ્વનાં તમામ દેશોમાં ચૂંટણી તો ચૂંટણી જ હોય છે તે હકીકત છે. અને આવી અનેક પ્રોપેગંડા ફિલ્મોનો ઉપયોગ સમયાંતરે ચૂંટણીમાં મતદાતોનાં માનસને પલટવા કરવામાં આવતો રહ્યો છે અને ભવિષ્યમાં પણ થતો રહેશે તે વાત ચોક્કસ છે.