Not Set/ પોલીસ ચોકીની પાછળ જ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લે આમ દારૂ વેચાતો હોવાના દ્રશ્યો આ વીડિયોમાં દેખાય છે. સુરતમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વિડીયો વાઇરલ થતાં પોલીસની ઇજ્જતના ધજાગરા ઉડી ગયા છે. વરાછા વિસ્તારની આ ઘટના છે કે, જ્યાં ખુલ્લેઆમ દારૂનો વેચાણ થઇ રહ્યું છે. બુટલેગરોને જાણે કાયદોના કોઇ ડર નથી તેમ દારૂનું ખુ્લ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. મહત્વની […]

Top Stories
SURAT DARU પોલીસ ચોકીની પાછળ જ ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વીડિયો થયો વાયરલ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લે આમ દારૂ વેચાતો હોવાના દ્રશ્યો આ વીડિયોમાં દેખાય છે. સુરતમાં ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાનો વિડીયો વાઇરલ થતાં પોલીસની ઇજ્જતના ધજાગરા ઉડી ગયા છે.

વરાછા વિસ્તારની આ ઘટના છે કે, જ્યાં ખુલ્લેઆમ દારૂનો વેચાણ થઇ રહ્યું છે. બુટલેગરોને જાણે કાયદોના કોઇ ડર નથી તેમ દારૂનું ખુ્લ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. મહત્વની વાત તો એ છે, કે બુટલેગરો જે જગ્યાએ દારૂનું ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે. તે જગ્યા લાભેશ્વર પોલીસ ચોકીની પાછળ જ આવી છે.

આ જોતા લાગી રહ્યું છે કે, પોલીસની રહેમનજર હેઠળ જ દારૂનુ ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. એક તરફ સરકાર દ્વારા દારૂબંધીના અમલ માટે કડક કાયદા બનાવવામાં આવી રહ્યા છે. તો બીજુ તરફ બુટલેગરો બેફામ બનીને દારૂનું વેચાણ કરી રહ્યા છે.

જો કે આ વિડીયો વાઇરલ થતાં કમિશ્નરે તપાસના આદેશ આપ્યા હતા. મોડે મોડે જાગેલી પોલીસે બે બુટલેગરોની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, મંતવ્ય ન્યૂઝ તરફથી સુરતના પોલીસ કમિશ્નર સત્તીષ કુમારને શર્મા સાથે ટેલિફોનિક વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસ કમિશ્નર સત્તીષકુમાર શર્માએ મંતવ્ય ન્યૂઝનો ફોન કાપી નાખ્યો હતો અને વાતચીત કરી ન હતી.

આ સિવાય મંતવ્ય ન્યુઝે કુમાર કાનાણી વરાછાના MLA છે, તેમણી સાથે આ ઘટનાના સંદર્ભમાં વાત કરવા માટે ફોન કર્યો હતો પણ તેમણે વાત કરવા માટે મનાઈ કરી હતી.