Agriculture Minister/ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના આકરા તેવર, ખેડૂતો માટે શું બોલ્યા

‘કુતરાઓ ખાય એના કરતા ખેડૂતો ખાય એ સારું….. ખેડૂતોને તેમની મહેનતનું ફળ મળે એ જોવાની જવાબદારી અગ્રણીઓની છે’ તેમ કહેતા કૃષિ મંત્રીએ સહકારી અને ખેડૂત અગ્રણીઓને પર નિશાન સાધતા ખેડૂતોની આવક વધારવાના પ્રયાસ પર ભાર મૂકયો.

Top Stories Gujarat
YouTube Thumbnail 2 7 રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના આકરા તેવર, ખેડૂતો માટે શું બોલ્યા

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલના આકરા તેવર જોવા મળ્યા. ખેડૂતોને લઈને કૃષિ મંત્રીએ નિવેદન આપ્યું કે  ખેડૂતોની આવક વધારવા તેમને પોષણક્ષમ લાભ અવશ્ય મળવો જોઈએ. રાજકોટમાં કૃષિમંત્રીએ રાજ્યવ્યાપી ટેકાના ભાવની ખરીદી શરૂ કરાવી. જેમાં ખેડૂતોને મગફળી, અડદ, મગ, સોયાબીન વગેરે પાકની ખરીદીમાં પોષણક્ષણ ભાવ મળશે. આ સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલે ગુજરાતના ખેડૂતોના માટે ટેકાના ભાવથી વિવિધ કૃષિ જણસોની ખરીદી શરૂ કરાવી.

ખેડૂતોને આજથી કૃષિ જણસમાં ટેકાના ભાવ મળી રહેશે. રાજકોટમાં ટેકાના ભાવની ખરીદી કરાવતા કૃષિ મંત્રી રાઘવજી પટેલના આકરા તેવર જોવા મળ્યો. આ પ્રસંગે કૃષિ મંત્રીએ પોતાના સંબોંધનમાં કહ્યું કે કુતરાઓ ખાય એના કરતા ખેડૂતો ખાય એ સારું….. ખેડૂતોને તેમની મહેનતનું ફળ મળે એ જોવાની જવાબદારી અગ્રણીઓની છે. આ સાથે તેમણે સહકારી અને ખેડૂત અગ્રણીઓને ટકોર કરતા ખેડૂતોની આવક વધારવાના પ્રયાસ પર ભાર મૂકયો. રાજકોટમાં આ પ્રસંગે રાજકોટ જિલ્લાના સહકારી અને ખેડૂત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં. નોંધનીય છે કે આ વખતે 35585 ખેડૂતો મગફળીની નોંધણી કરાવી છે.

રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે રાજકોટમાં મગફળી, અડદ, મગ અને સોયાબીનની રાજ્યવ્યાપી કૃષિ જણસોની ખરીદી શરૂ કરાવી. ખેડૂતો રાજકોટના જૂના યાર્ડથીથી ખરીદી કરી શકશે. હાલમાં ખેડૂતોને ઓપન માર્કેટમાં સારા ભાવ મળતા હોવાથી ઓછું રજિસ્ટ્રેશન થયું છે. આથી નોંધણીની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

કોઈપણ વસ્તુઓનો ભાવ તેની માગના પ્રમાણમાં હોય છે. રાજકોટમાં કૃષિમંત્રીએ રાજ્યવ્યાપી ટેકાના ભાવની ખરીદી શરૂ કરાવતા ખેડૂતો જૂના યાર્ડથીથી ખરીદી કરી શકશે.


whatsapp ad White Font big size 2 4 રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલના આકરા તેવર, ખેડૂતો માટે શું બોલ્યા


આ પણ વાંચો : Israel’s Planning/ ઈઝરાયેલનું આયોજન,હમાસને ખતમ કર્યા બાદ ગાઝામાં ‘નવું શાસન’ સ્થાપિત કરવામાં આવશે

આ પણ વાંચો : Akasa Air/ મારા બેગમાં બોમ્બ છે…પેસેન્જરે આટલું કહેતાં જ હજારો ફૂટ ઉપર ઉડતી ફ્લાઈટમાં હડકંપ

આ પણ વાંચો : India Canada Diplomatic Dispute/ ભારત-કેનેડા રાજદ્વારી વિવાદ પર બ્રિટન અને અમેરિકાએ પોતાનું વલણ બદલ્યું, કહ્યું આ મહત્વપૂર્ણ વાત