અનિચ્છનીય રેકોર્ડ/ ચેતેશ્વર પૂજારાએ બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

પૂજારાએ પોતાની 100મી ટેસ્ટમાં એવો અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો કે તે યાદ રાખવાનું પસંદ નહીં કરે. મેચના બીજા દિવસે પહેલા સેશનમાં તે બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ તેની ઇનિંગ સાત બોલથી આગળ વધી શકી નહોતી. 

Top Stories Sports
Pujara ચેતેશ્વર પૂજારાએ બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
  • પૂજારા 100મી ટેસ્ટમાં શૂન્યમાં આઉટ થનારો વેંગસરકર પછી બીજો ભારતીય બેટ્સમેન
  • ભારત તરફથી કુલ 13 ખેલાડીઓ 100 ટેસ્ટ રમી ચૂક્યા છે
  • સુનીલ ગાવસ્કર ભારત તરફથી 100 ટેસ્ટ રમનાર પ્રથમ ખેલાડી 

ચેતેશ્વર પૂજારા દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા Unwanted record સામે તેની 100મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. તે 100 ટેસ્ટ ક્લબમાં સામેલ થનાર ભારતીય ક્રિકેટ ઈતિહાસનો 13મો ખેલાડી બન્યો છે. 12 વર્ષથી વધુની કારકિર્દીમાં, તેઓ સતત સખત મહેનતના બળ પર આ ઐતિહાસિક મુકામ પર પહોંચ્યા, પરંતુ તેઓ તેને યાદગાર બનાવવામાં નિષ્ફળ ગયા. પૂજારાએ પોતાની 100મી ટેસ્ટમાં Unwanted record એવો અનિચ્છનીય રેકોર્ડ બનાવ્યો કે તે યાદ રાખવાનું પસંદ નહીં કરે. મેચના બીજા દિવસે પહેલા સેશનમાં તે બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ તેની ઇનિંગ સાત બોલથી આગળ વધી શકી નહોતી.

ઉલ્લેખનીય છે કે ભારત તરફથી સૌપ્રથમ 100 ટેસ્ટ રમવાની સિદ્ધિ Unwanted record સુનીલ ગાવસ્કરે મેળવી હતી. તેથી સુનીલ ગાવસ્કરના હાથે જ પૂજારાને 100માં ટેસ્ટની સિદ્ધિનું બહુમાન કરવામાં આવ્યું હતું. પૂજારા પહેલા સચીન તેંડુલકર, રાહુલ દ્રવિડ, કપિલદેવ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, અનિલ કુંબલે, સૌૈરવ ગાંગુલી, વીવીએસ લક્ષ્મણ, વિરેન્દ્ર સેહવાગ, કોહલી સહિતના ખેલાડીઓ 100 ટેસ્ટ રમી ચૂક્યા છે.

pujara 1 ચેતેશ્વર પૂજારાએ બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

નાથન લિયોને પૂજારાની વિકેટ ઝડપી

જ્યારે પુજારા દિલ્હીના કોટલા મેદાન પર બેટિંગ કરવા આવ્યો ત્યારે Unwanted record ભારતે 46 રનમાં એક વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર કેએલ રાહુલ 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો અને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના 263 રનથી 217 રન પાછળ હતી. જરૂર મક્કમતાથી બેટિંગ કરવાની હતી પરંતુ પૂજારાએ આ મહત્ત્વની તક ગુમાવી દીધી હતી. તે તેની 100મી ટેસ્ટ મેચમાં શૂન્ય રન કરનાર માત્ર બીજો ભારતીય અને એકંદરે સાતમો બેટ્સમેન બન્યો. કાંગારૂ ઓફ સ્પિનર ​​નાથન લિયોને સૌરાષ્ટ્રના બેટ્સમેનની વિકેટ લીધી હતી. 35 વર્ષીય પૂજારાને સિંહે LBW આઉટ કર્યો હતો. આ રીતે, તે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન દિલીપ વેંગસરકર પછી તેની 100મી ટેસ્ટમાં શૂન્ય પર આઉટ થનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો.

પૂજારા 100મી ટેસ્ટમાં શૂન્યએ આઉટ થનારો વિશ્વનો સાતમો બેટ્સમેન

ચેતેશ્વર પૂજારા પોતાની 100મી ટેસ્ટમાં શૂન્ય પર આઉટ થનાર વિશ્વનો Unwanted record સાતમો બેટ્સમેન બન્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એલન બોર્ડર અને માર્ક ટેલર, પૂર્વ ઈંગ્લેન્ડના કેપ્ટન એલિસ્ટર કૂક અને ન્યુઝીલેન્ડના કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ અને બ્રેન્ડન મેક્કુલમ દેશબંધુ વેંગસરકર ઉપરાંત આ અનિચ્છનીય ક્લબમાં પોતાની હાજરી અનુભવી ચૂક્યા છે.

પૂજારા દરેક 15મી ઇનિંગ્સમાં શૂન્ય પર આઉટ થાય છે
ચેતેશ્વર પૂજારાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધી 100 ટેસ્ટની 170 ઇનિંગ્સમાં 43.88ની એવરેજથી 7021 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 19 સદીની સાથે 34 અડધી સદી પણ ફટકારી છે, જ્યારે તે કુલ 12 વખત આઉટ થયો છે. એટલે કે પુજારા તેની ટેસ્ટ કરિયરની દરેક 15મી ઇનિંગ્સમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ

JetPackSuit/ ભારતીય સૈનિકોને ટૂંક સમયમાં મળશે જેટપેક સૂટ, ટૂંકમાં શરૂ થશે ટ્રાયલ

જયશંકર-સોરોસ/ સોરોસનું નિવેદન દ્રાક્ષ ખાટી હોવાની કહેવતનું પ્રતિબિંબઃ જયશંકર

વિપક્ષી એક્તા/ કોંગ્રેસ ઝડપથી નિર્ણય લે, વિપક્ષ એક થાય તો ભાજપ 100થી નીચે આવી જશેઃ નીતિશ કુમાર