દિલ્હી હત્યાકાંડ/ લિવ-ઈન પાર્ટનર નહીં, પતિ-પત્ની હતા સાહિલ ગેહલોત અને નિક્કી યાદવ: લગ્નની તસવીરો આવી સામે

નિક્કી યાદવ મર્ડર કેસમાં રોજેરોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. નિક્કી અને સાહિલ માત્ર લિવ-ઈન પાર્ટનર ન હતા, બંને પતિ-પત્ની હતા. બંનેએ લગ્ન કર્યા હતા જે બાદ સાહિલે છેતરપિંડી કરી નિક્કીની હત્યા કરી હતી.

Top Stories India
નિક્કી યાદવ

દિલ્હીના નજફગઢ હત્યા કેસની તપાસ કરી રહેલી પોલીસને મહત્વની માહિતી મળી છે. લિવ-ઈન પાર્ટનર નિક્કી યાદવની હત્યાનો આરોપી સાહિલ ગેહલોતે 2020માં તેની સાથે લગ્ન કર્યા હતા. નિક્કી યાદવ અને સાહિલે નોઈડાના આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. પોલીસે તેમના લગ્નનું પ્રમાણપત્ર મેળવી લીધું છે.

24 વર્ષીય સાહિલ ગેહલોત પર 10 ફેબ્રુઆરીએ તેની ગર્લફ્રેન્ડ નિક્કીની હત્યા કરવાનો આરોપ છે. તેણે સાઉથ વેસ્ટ દિલ્હીમાં એક ઢાબાના ફ્રીજમાં લાશ છુપાવી હતી. આ પછી તેણે હત્યા કર્યાના બીજા જ  દિવસે બીજી યુવતી સાથે લગ્ન કર્યા.

નિક્કીને સાહિલના પરિવારે પુત્રવધૂ તરીકે સ્વીકારી ન હતી

પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સાહિલના પરિવારને નિક્કીને વહુ તરીકે મંજૂર ન હતી. સંબંધીઓએ ડિસેમ્બર 2022માં સાહિલના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કર્યા હતા. પોલીસે સાહિલના પિતાની પણ ધરપકડ કરી છે. તેના પર સાહિલને હત્યાનું કાવતરું ઘડવામાં મદદ કરવાનો આરોપ છે.

પોલીસે સાહિલના પિતા, ભાઈઓ અને મિત્રોની ધરપકડ કરી હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર સાહિલના મિત્રો અને પરિવારના સભ્યો હત્યામાં સામેલ હતા. પૂછપરછ બાદ દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સાહિલના પિતા વિરેન્દ્ર સિંહ, તેના બે ભાઈઓ અને બે મિત્રોની ધરપકડ કરી છે. વીરેન્દ્ર સિંહ સામે IPC કલમ 120B (ગુનાહિત કાવતરું રચવું) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

આ ઘટના 14 ફેબ્રુઆરીના રોજ સામે આવી હતી

મહત્વપૂર્ણ છે કે નિક્કી મર્ડર કેસની માહિતી 14 ફેબ્રુઆરીના રોજ સામે આવી હતી. હત્યાના ચાર દિવસ બાદ તેની લાશ મળી આવી હતી. પોલીસે કરેલી પૂછપરછમાં સાહિલે હત્યાની કબૂલાત કરી હતી અને જણાવ્યું હતું કે તેણે લાશને ઢાબાના ફ્રીજમાં છુપાવી હતી. તેણે મોબાઈલ ફોનના ચાર્જરના વાયર વડે નિક્કીનું ગળું દબાવી દીધું હતું.

પોલીસે શુક્રવારે રાત્રે ધરપકડ કરાયેલા 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે તમામ આરોપીઓને 3 દિવસના રિમાન્ડ પર મંજૂર કર્યા છે. પોલીસે આર્ય સમાજ મંદિરના પૂજારીની પણ પૂછપરછ કરી હતી જ્યાં નિક્કીના લગ્ન થયા હતા.

આ પણ વાંચો:આગામી 25 એપ્રિલે ખુલશે કેદારનાથના ‘કપાટ’, 27 એપ્રિલથી થશે બદ્રીનાથ પણ દર્શન

આ પણ વાંચો:ભારતીય સૈનિકોને ટૂંક સમયમાં મળશે જેટપેક સૂટ, ટૂંકમાં શરૂ થશે ટ્રાયલ

આ પણ વાંચો:નેનોની ટક્કરથી પલટી ગઈ મહિન્દ્રા થાર, સોશિયલ મીડિયા પર યૂઝર્સ ઉડાવી રહ્યા છે મજાક