Rajkot-Builder-Heartattack/ રાજકોટ સૌરાષ્ટ્રની હાર્ટએટેકની રાજધાનીઃ 44 વર્ષીય બિલ્ડરનું મોત

રાજકોટમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી રહ્યુ છે અને તેના લીધે 44 વર્ષીય બિલ્ડરનું મોત થયું હતું. રૈયા રોડ પરના અમૃતાપ પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર 44 વર્ષીય જયેશ ઝાલાવાડિયાનું હાર્ટએટેકના લીધે નિધન થયું છે.

Top Stories Gujarat Rajkot
YouTube Thumbnail 43 3 રાજકોટ સૌરાષ્ટ્રની હાર્ટએટેકની રાજધાનીઃ 44 વર્ષીય બિલ્ડરનું મોત

રાજકોટઃ રાજકોટમાં હાર્ટએટેકનું પ્રમાણ વધી રહ્યુ છે અને તેના લીધે 44 વર્ષીય બિલ્ડરનું મોત થયું હતું. રૈયા રોડ પરના અમૃતાપ પાર્ક સોસાયટીમાં રહેતા બિલ્ડર 44 વર્ષીય જયેશ ઝાલાવાડિયાનું હાર્ટએટેકના લીધે નિધન થયું છે. તેઓ સવારે સાત વાગે ઘરે પડી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. બિલ્ડરને હોસ્પિટલ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

રાજકોટમાં દરરોજે જે રીતે લોકોના મોત થઈ રહ્યા છે તે જોતા રાજકોટ સૌરાષ્ટ્રવાસીઓમાં હાર્ટએટેકની રાજધાની બની ગયું છે. હસતા,રમતા, ચાલતા, નાચતા, કૂદતા, કામ કરતાં, ગાતાં-ગાતા લોકો મૃત્યુ પામી રહ્યા છે.

રાજકોટમાં આમ છેલ્લા 24 કલાકમાં બેના મોત થયા છે.  આ પહેલા સમારકામ કરનારા યુવાનનું જ હૃદય બગડતા તેનું હાર્ટ એટેકથી નિધન થયું હતું. રાજકોટના ધોરાજીમાં રહેતા મૂળ ઉત્તરપ્રદશના ફતેપુર જિલ્લાના વતની આશુકુમાર દિનેશભાઈ સોનકારનું અચાનક હાર્ટ એટેક આવતા નિધન થયું હતું. આશુકુમાર સોનકારની ઉંમર 28 વર્ષ હતી. આ યુવક ભાદર ડેમના પાટીયાનું સમારકામ કરી રહ્યો હતો અને તે કામ કરતા-કરતા અચાનક જ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ડોક્ટરો તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.

આમ હાર્ટએટેકના વધતા જતા બનાવના લીધે રાજ્યના આરોગ્ય નિષ્ણાતો ચિંતિત થઈ ઉઠ્યા છે. સરકારના આરોગ્ય વિભાગે પણ આ અંગે સઘન ચિંતાની લાગણી વ્યક્ત કરી છે અને આ પ્રકારના દરેક કિસ્સાનો ટ્રેક રાખીને તેના પર ધ્યાન આપવામાં આવી રહ્યા હોવાનું જણાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 રાજકોટ સૌરાષ્ટ્રની હાર્ટએટેકની રાજધાનીઃ 44 વર્ષીય બિલ્ડરનું મોત


આ પણ વાંચોઃ Israel’s Planning/ ઈઝરાયેલનું આયોજન,હમાસને ખતમ કર્યા બાદ ગાઝામાં ‘નવું શાસન’ સ્થાપિત કરવામાં આવશે

આ પણ વાંચોઃ Hamas Attack/ હમાસે ઈઝરાયેલ પર શા માટે હુમલો કર્યો?2 અમેરિકન બંધકોની મુક્તિ બાદ બિડેને આપ્યું આ નવું કારણ

આ પણ વાંચોઃ Akasa Air/ મારા બેગમાં બોમ્બ છે…પેસેન્જરે આટલું કહેતાં જ હજારો ફૂટ ઉપર ઉડતી ફ્લાઈટમાં હડકંપ