અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીના મોતનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં, ગયા મહિને ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થી મોહમ્મદ અબ્દુલ અરાફાતનો મૃતદેહ મળી આવ્યો છે. મોહમ્મદ અબ્દુલ અરાફાતનો મૃતદેહ અમેરિકાના ક્લીવલેન્ડમાંથી મળી આવ્યો છે. એક અઠવાડિયામાં આ બીજી ઘટના છે જ્યારે અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીનું મોત થયું હોય. મોહમ્મદ અબ્દુલ અરાફાત ભારતના હૈદરાબાદના નાચારામનો રહેવાસી હતો અને તે ગયા વર્ષે મે મહિનામાં ક્લેવલેન્ડ યુનિવર્સિટીમાંથી આઈટીમાં માસ્ટર્સનો અભ્યાસ કરવા અમેરિકા આવ્યો હતો.
7 માર્ચે પરિવાર સાથે છેલ્લી વાત કરી હતી
અરાફાતના પિતા મોહમ્મદ સલીમે જણાવ્યું હતું કે તેણે 7 માર્ચે અરાફાત સાથે છેલ્લી વાત કરી હતી, ત્યાર બાદ તેનો પરિવાર સાથે કોઈ સંપર્ક નહોતો. તેનો મોબાઈલ ફોન પણ બંધ હતો. અરાફાત સાથે રહેતા યુવકે અરાફાતના પિતાને જણાવ્યું હતું કે તેણે પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. 19 માર્ચે, અરાફાતના પરિવારને એક અનામી કોલ આવ્યો જેમાં જણાવાયું હતું કે અરાફાતનું ડ્રગ ગેંગ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની મુક્તિ માટે US$1,200ની માંગણી કરી હતી. અરાફાતના પિતાએ જણાવ્યું કે ‘કોલ કરનાર વ્યક્તિએ ધમકી આપી હતી કે જો ખંડણીના પૈસા નહીં ચૂકવવામાં આવે તો તે અરાફાતની કિડની વેચી દેશે.’
મોહમ્મદ સલીમે જણાવ્યું કે જ્યારે અમે કોલરને પૂછ્યું કે પેમેન્ટ કેવી રીતે કરવું, તો તેણે તેના વિશે માહિતી આપી નહીં. અમે અમારા પુત્ર સાથે વાત કરવાની માંગણી કરી તો તેણે ના પાડી. હવે અરાફાતનો મૃતદેહ મળ્યા બાદ તેના પરિવાર પર દુ:ખનો પહાડ આવી ગયો છે. ગયા અઠવાડિયે પણ ભારતીય વિદ્યાર્થી ઉમા સત્ય સાઈ ગડ્ડેનું ઓહાયોમાં મૃત્યુ થયું હતું, જેની તપાસ ચાલી રહી છે.
કોન્સ્યુલેટ જનરલે પીડિત પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી
ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને મોહમ્મદ અરાફાતના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. કોન્સ્યુલેટ જનરલે લખ્યું કે તે ખૂબ જ દુઃખી છે કે મોહમ્મદ અબ્દુલ અરાફાત, જેની શોધ કરવામાં આવી રહી હતી, તે ક્લેવલેન્ડ, ઓહિયોમાં મૃત હાલતમાં મળી આવ્યો છે. અરાફાતના પરિવાર પ્રત્યે સંવેદના. કોન્સ્યુલેટ જનરલે કહ્યું કે તે મૃત્યુની તપાસ માટે સ્થાનિક એજન્સીઓના સંપર્કમાં છે. કોન્સ્યુલેટ જનરલે કહ્યું કે તેઓ મૃતદેહને ભારત લાવવા માટે તમામ શક્ય મદદ કરી રહ્યા છે. ગયા મહિને, દૂતાવાસે કહ્યું હતું કે તે ભારતીય વિદ્યાર્થીને શોધવા માટે કાયદાકીય એજન્સીઓ સાથે કામ કરી રહ્યું છે.
આ પણ વાંચો: મતદાન જાગૃતિની અનોખી પહેલ, લગ્નની કંકોત્રીમાં મતદાન જાગૃતિના લગાવ્યા સ્લોગન
આ પણ વાંચો: રૂપાલા વિવાદ મામલે ભાતેલ ગામની ચૂંટણી બહિષ્કારની ચીમકી!
આ પણ વાંચો: 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું
