#gujarat/ 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું

જયેશને નાનપણથી બે હાથ અને એક પગમાં તકલીફ હતી. દિવ્યાંગ જયેશને સ્વિમિંગ શીખવાની ઈચ્છા હતી. તેથી તેણે એક વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ………..

Gujarat
Beginners guide to 2024 04 08T142325.766 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું

@ અનિતા પરમાર

Ahmedabad News: અમદાવાદમાં રહેતો મૂળ ભાવનગરનો ૨૩ વર્ષીય જયેશ મકવાણાએ ગ્વાલિયર ખાતે યોજાયેલ 23મી નેશનલ ચેમ્પિયનશિપ 2024 માં ભાગ લઈને S6 સિનિયર કેટેગરીમાં 1 ગોલ્ડ 2 સિલ્વર એમ કુલ ત્રણ મેડલ જીતીને  ગુજરાતનું નામ આખા દેશમાં ઉજાગર કર્યું છે. ગ્વાલિયરમાં યોજાયેલ નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં પ્રથમ રાઉન્ડમાં 200 મીટર મેડલીમાં ગોલ્ડ મેડલ, બીજા રાઉન્ડમાં 100 મીટર ફ્રી સ્ટાઈલમાં સિલ્વર મેડલ અને ત્રીજા 50 મીટર ફ્રી સ્ટાઈલમાં સિલ્વર મેડલ મેળવ્યો છે.

“હોંસલો સે હી ઉડાન હોતી હૈ” એ કહેવતને સાર્થક કરનાર દિવ્યાંગ જયેશ મકવાણા નામનો 23 વર્ષીય યુવાન મધ્યમ પરિવારમાંથી આવે છે. જયેશ મૂળ ભાવનગરના ડોડીયા ગામનો વાતની છે, પરંતુ અભ્યાસ માટે અમદાવાદમાં રહે છે. ખૂબ જ સંઘર્ષ ભરેલી જીંદગીમાં હિંમત રાખી નસીબને બદલવાની આવડત તેનામાં છે.

WhatsApp Image 2024 04 08 at 2.27.14 PM 23મી નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં જયેશ મકવાણાએ ગુજરાતનું નામ રોશન કર્યું

જયેશને નાનપણથી બે હાથ અને એક પગમાં તકલીફ હતી. દિવ્યાંગ જયેશને સ્વિમિંગ શીખવાની ઈચ્છા હતી. તેથી તેણે એક વર્ષ પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્નાનઘરમાં સ્વિમિંગ શીખવાનું નક્કી કર્યું. આ બાળક સ્વિમિંગમાં ચેમ્પિયન બનતો ગયો. એક વર્ષમાં તે બીજા બાળકોની સરખામણીમાં ખુબજ આગળ નીકળી ગયો. અગાઉ સ્વિમિંગ કોમ્પિટિશનમાં પોરબંદરમાં પાંચ કિલોમીટર માં આખા ભારતમાં આઠમા નંબરે આવીને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું. ત્યારબાદ ગ્વાલિયરમાં યોજાયેલ નેશનલ લેવલની પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લઈને એક ગોલ્ડ સહિત ચાર મેડલ મેળવ્યા..

જન્મથી જ બે હાથના પંજા અને એક પગ વગર જીવન જીવતો આ દિવ્યાંગ યુવાન પોતાના શરીરમાં રહેલી ખામીને ખૂબીમાં પરિવર્તીત કરવાનું ખૂબ સારી રીતે જાણે છે પોતાની ખામીને પોતાની તાકાત બનાવીને પોતાના સપના સાકાર કેવી રીતે કરવા તે પણ તે ખૂબ સારી રીતે જાણે છે. દિવ્યાંગ જયેશને જોતા તેના ચહેરા ઉપરથી તેની હિમત અને તેનો હોંસલો અને દેશ માટે કંઈક કરી છૂટવાની તેની ઈચ્છા તેના ચહેરા પર જ છલકાય છે.. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્નાનગરમાં તેના કોચ કિશન ડાભી જણાવે છે કે જયેશને જ્યારે પ્રથમવાર અહી આવ્યો ત્યારે તેની શારીરિક તકલીફને જોતા બીજા બાળકો કરતા આ બાળકને સ્વિમિંગ શીખવાડવું થોડું અઘરું લાગ્યું. પરંતુ આ બાળકની મહેનત અને ધગસને જોતા તેમને લાગ્યું કે આ બાળક એક દિવસ જરૂર દેશનું નામ રોશન કરશે અને એક જ વર્ષમાં આ બાળકે અત્યાર સુધીમાં કુલ ચાર મેડલ ગુજરાતને અપાવ્યા છે.

ભાવનગરનાં મહુવા તાલુકાનાં ડોડીયા ગામ ૨૩ વર્ષનાં જયેશ મકવાણા એ એ વાત સિદ્ધ કરી દીધી છે કે હોંસલો સે હી ઉડાન હોતી હૈ ….


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રૂપાલા વિવાદનો ઉકેલ લાવવા ક્ષત્રિય નેતાઓને દિલ્હીનું તેડું

આ પણ વાંચો:તારે મોબાઇલ બદલવાનો નથી કહી યુવાને પ્રેમિકાને બચકા ભર્યા…..

આ પણ વાંચો: ગુજરાત કોંગ્રેસમાં વિવિધ કમિટીઓની જાહેરાત, કોને જવાબદારીઓ સોંપાઈ

આ પણ વાંચો: બોગસ માર્કશીટથી વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ