નર્મદાઃ ગુજરાતના આદિવાસી નેતા અને આપના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ગમે ત્યારે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પોલીસ સ્ટેશને હાજર થઈ આત્મસમર્પણ કર્યુ છે. ચૈતર વસાવા પોલીસ કેસ થયા પછી એક મહિનાથી ફરાર હતા. ચૈતર વસાવાની પત્ની વર્ષા વસાવાનો આરોપ છે કે તેમને ખોટો કેસ કરીને ફસાવવામાં આવી રહ્યા છે. તેમના પર ભાજપમાં જોડાવવા માટે જબરદસ્ત દબાણ છે. તેથી તેમની સામેનો પોલીસ કેસ પણ આ પ્રકારના દબાણનો હિસ્સો જ છે. તેમને ભાજપમાં જોડાવવા માટે અનેક ઓફર મળી ચૂકી છે, પરંતુ તે હજી સુધી ભાજપમાં જોડાયા નથી તેથી તેના માટે જ આ બધો કારસો છે.
તાજેતરમાં વિસાવદરના વિધાનસભ્ય ભૂપત ભાયાણીના રાજીનામા પછી ડેડિયાપાડના વિધાનસભ્ય ચૈતર વસાવાને હવે ભાજપે ટાર્ગેટ કર્યા હોવાનું માનવામાં આવે છે. તેઓ એક મહિનાથી ફરાર છે. તેમના પર વનકર્મીઓને ધમકાવવાનો અને ફાયરિંગના કેસનો આરોપ છે.
ગુજરાત હાઇકોર્ટે તેમની જામીન રજી ફગાવી દેતા તેમના માટે હવે પોલીસ સમક્ષ હાજર થવા સિવાય કોઈ માર્ગ રહ્યો નથી. રાજ્યમાં આપના ભૂપત ભાયાણીની પક્ષમાંથી વિદાય પછી હવે ચૈતર વસાવાને લઈને બધામાં ઉત્કંઠા છે. ભાજપને રાજ્યમાં રાજ્યસભાના પાંચ સાંસદો કરવા માટે 175 વિધાનસભ્યોના મતની જરૂર છે. ભાજપ પાસે હાલમાં 156 બેઠક છે. તેથી પાંચમો સભ્ય ચૂંટવા કુલ 19 વિધાનસભ્યોની જરૂર છે. આ બધી કવાયત તેના માટે છે. ભાજપ રાજ્યસભામાં બહુમતી હાંસલ કરવા માટે આતુર છે અને તેના માટે તે રાજકીય હરીફોના વિધાનસભ્યો પાછળ લાગેલું રહ્યું છે.
નર્મદા જિલ્લાના ચૈતર વસાવા પર વનવિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો. છેલ્લા એક મહિનાથી ચૈતર વસાવા ભૂગર્ભમાં છે. તેમણે આગોતરા જામીન માટે હાઇકોર્ટ સુધીના દરવાજા ખખડાવ્યા હતા. જો કે હાઇકોર્ટે તેમની જામીન રજી ફગાવી દેતા હવે તેમની પાસે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરવા સિવાય કી માર્ગ રહ્યો નથી.
વનકર્મીઓને ધમકાવવા અને હવામાં ફાયરિંગ કરવાના કેસમાં લાંબા સમયથી ફરાર ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયા છે. રાજ્યમાં આપના ધારાસભ્યની પક્ષમાંથી વિદાયના અહેવાલો બાદ આ સમાચાર સામે આવતાં ચકચાર મચી છે. બુધવારે જુનાગઢના વિસાવદરના ધારાસભ્ય ભાયાણીએ રાજીનામુ ધરી દીધું છે. નર્મદા જિલ્લામાં ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને માર મારવાનો કેસ નોંધાયો હતો. છેલ્લા 1 મહિનાથી ચૈતર વસાવા ભૂગર્ભમાં છે. ચૈતર વસાવાએ આગોતરા જામીન માટે હાઇકોર્ટ સુધીના દરવાજા ખટખટાવ્યા હતા. જોકે અદાલતે અરજી ફગાવી દેતા હવે ધારાસભ્ય પાસે કોઈ માર્ગ નજરે પડી રહ્યો નથી.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
