Not Set/ રાજકોટ/ સહકારી સંસ્થાઓમાં ભાજપના જ બે જૂથ વચ્ચે વર્ચસ્વની લડાઈ, ચેરમેન પદ માટે બન્ને પક્ષે ગાંધીનગર સુધી કર્યું લોબિંગ

    રાજકોટના સહકારી રાજકારણમાં ચેરમેન પદ ને લઈને ગરમાવો આવ્યો છે. ભાજપના જ બે જૂથ સત્તા માટે સામ-સામે આવ્યા છે. ઓગષ્ટના અંતે ચૂંટણી રાજકારણ જામ્યા બાદ હવે ચેરમેનપદ માટેની જંગ જામ્યો છે. રાજકોટ ડેરી અને લોધીકા સંઘમાં આવતા સપ્તાહમાં જ ચેરમેનપદની ચૂંટણી નકકી જ છે ત્યારે સંસ્થાનો કબજો મેળવવા માટે જંગ જામ્યો છે. નોધનીય […]

Gujarat Rajkot
 

 

રાજકોટના સહકારી રાજકારણમાં ચેરમેન પદ ને લઈને ગરમાવો આવ્યો છે. ભાજપના જ બે જૂથ સત્તા માટે સામ-સામે આવ્યા છે. ઓગષ્ટના અંતે ચૂંટણી રાજકારણ જામ્યા બાદ હવે ચેરમેનપદ માટેની જંગ જામ્યો છે. રાજકોટ ડેરી અને લોધીકા સંઘમાં આવતા સપ્તાહમાં જ ચેરમેનપદની ચૂંટણી નકકી જ છે ત્યારે સંસ્થાનો કબજો મેળવવા માટે જંગ જામ્યો છે.

નોધનીય છે કે, રાજકોટની મોટો નફો કરતી સહકારી સંસ્થાઓમાં સ્થાન પામતી રાજકોટ ડેરી તથા લોધીકા સંઘ બન્નેની ચૂંટણી ઓગષ્ટના અંતે થઈ હતી. પરંતુ કાવાદાવાને પરિણામે ચેરમેનની ચૂંટણી અટકી પડી હતી. હવે બન્ને સંસ્થાઓમાં આવતા સપ્તાહમાં ચેરમેનપદની ચૂંટણી નકકી કરવામાં આવી છે ત્યારે હવે ચેરમેન પદ માટેના કાવાદાવા શરૂ થઈ ગયા છે. ચેરમેન બનવા બન્ને પક્ષે ગાંધીનગર સુધી કર્યું લોબિંગ કર્યાના પણ અહેવાલ્સ અમે આવી રહ્યા છે.

રાજકોટ લોધીકા સહકારી સંઘમાં સમાધાનના બીજા દિવસથી જ બન્ને જૂથ સામસામા આવી ગયા હતા એટલે ચેરમેનપદની ચૂંટણીમાં સમાધાનની શકયતા સાવ ધુંધળી છે. શાસક નીતિન ઢાંકેચા તથા ધારાસભ્ય અરવિંદ રૈયાણી જૂથ પાસે અર્ધા-અર્ધ અથવા એકાદ સભ્યની જ બહુમતી છે એટલે ચૂંટણી પુર્વે એકબીજાના સભ્યોને ખેડવવાની હોડ જામી છે. એક જૂથે તો પોતાના સભ્યોને સહેલગાહે મોકલી દીધા હતા. પ્રતિસ્પર્ધી જૂથ પોતાના સભ્યોની તોડફોડ ન થાય તે માટે વોચ રાખી રહ્યું છે.

રાજકોટ ડેરીમાં ચેરમેનપદની ચૂંટણી 12મીએ જાહેર થઈ ગઈ છે. દોઢ-બે દાયકાથી ચેરમેનપદે રહેલ ગોવિંદભાઈ રાણપરીયા સામે કિસાનસંઘ મેદાને પડયું છે અને તેનો લાભ લેતા રાણપરીયા વિરોધી લોબી બહાર આવી ગઈ છે. રાજકોટ ડેરીમાં કોઈ સીધા આંતરિક કાવાદાવા નથી પરંતુ પડદા પાછળ દાવપેચ હોવાનું કહેવાય છે.

રાજકોટ ડેરી અને લોધિકા સંઘમાં નવા જુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે. રાજકોટ ડેરીમાં ચેરમેન બદલાઈ તેવી પુરી શક્યતાઓ છે. મંત્રી જયેશ રાદડિયાની નજીક ગણાતા ગોરધન ધામેલીયા ડેરીના નવા ચેરમેન બની શકે છે

પુરવઠાપ્રધાન જયેશ રાદડીયાની સૌથી નજીકના ગણ્યા છે છતાં ચેરમેનપદે રિપીટ થશે કે કેમ તે વિશે સહકારીક્ષેત્રમાં ચર્ચા છે. આ મામલે જયેશ રાદડીયાએ કહ્યું કે 12મીની બેઠકમાં સર્વાનુમતે નિર્ણય થશે. કોઈ ખેંચતાણ કે વાદવિવાદ નથી. લોધિકા સંઘના ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણી 13મીએ થશે

રાજકોટ ડેરીના ચેરમેનપદ માટેની ચૂંટણી 12મીએ કરવાનો એજન્ડા જાહેર થયા બાદ લોધિકા સંઘના ચેરમેન તથા વાઈસ ચેરમેનની ચૂંટણી 13મીએ યોજવામાં આવે તેવી શક્યતા છે. લોધિકા સંઘના ચેરમેનપદ માટે નીતીન ઢાંકેચા તથા ધારાસભ્ય અરવિંદ રૈયાણી વચ્ચે જંગ જામવાના એંધાણ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ ડેરી એ સમગ્ર સૌરાષ્ટ્રમાં આગવું નામ ધરાવતું સહકારી ક્ષેત્ર છે. તાજેતરમાં જ રા.લો.સંઘની ચૂંટણીમાં પણ ભાજપના જ બે જૂથ આમને-સામને આવી ગયા હતા ત્યારે આવું જ કંઈક રાજકોટ ડેરીની ચૂંટણીમાં પણ જોવા મળે તેવી સંભાવના રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. હવે આ ચૂંટણી માટે ઉમેદવારી ભરવાનું શરૂ થશે ત્યારે તેમાં કયા દિગ્ગજો મેદાનમાં આવે છે તેના ઉપર સહકારી ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોની મીટ મંડાયેલી છે.

એક વાત તો નિશ્ર્ચિત છે કે જે પ્રકારે ભારતીય કિસાન સંઘ દ્વારા ગોવિંદ રાણપરિયા સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે તેને જોતાં કિસાન સંઘ આ ચૂંટણીમાં રાણપરિયા માટે મોટો પડકાર ઉભો કરે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.