Not Set/ સાવધાન/ ઓનલાઇન વેચાણ કરી રહ્યા છો તો ચેતી જજો, થઇ શકે છે લાખોની ઠગાઇ

દેશમાં ટેકનોલોજી વધવાની સાથે સાઈબર ક્રાઈમમાં પણ મોટો વધારો થયો છે. દરરોજ ઓનલાઈન વેચાણથી અનેક લોકો ઠગોના ભોગ બની રહ્યા છે અને અનેક ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે હવે લોકો માટે સાવચેતી રાખવી જરૂરી છે.  આ જ પ્રમાણે રાજ્યના સુરત શહેરમાંથી આવી જ એક ઘટના સામે આવી રહી છે.સુરત શહેરમાં આવેલ ઘોડદોડ રોડ વિસ્તારમાં […]

Gujarat Surat

દેશમાં ટેકનોલોજી વધવાની સાથે સાઈબર ક્રાઈમમાં પણ મોટો વધારો થયો છે. દરરોજ ઓનલાઈન વેચાણથી અનેક લોકો ઠગોના ભોગ બની રહ્યા છે અને અનેક ફરિયાદો સામે આવી રહી છે, ત્યારે હવે લોકો માટે સાવચેતી રાખવી જરૂરી છે. 

આ જ પ્રમાણે રાજ્યના સુરત શહેરમાંથી આવી જ એક ઘટના સામે આવી રહી છે.સુરત શહેરમાં આવેલ ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતાં વિદ્યાર્થીને OLX પર કુલ 95,000 રૂપિયાની કિંમતનો મોબાઈલ વેચવા મુકવાનું ભારે પડ્યું હતું.

આ બનાવમાં જાહેરાત જોઈને ચીટર અમીતકુમારે મોબાઈલ ખરીદવાને બહાને ભાગળ ચાર રસ્તા મોહન મીઠાઈની દુકાન નજીક બોલાવ્યા પછી મોબાઈલની ખરીદી કરી એનું પેમેન્ટ બેન્ક ઍકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હોવાનો બોગસ ટ્રાન્જેકશનનો સક્સેસફુલનો સ્ક્રીનશોટ વ્હોટસઅપ પર મોકલી આપીને પેમેન્ટ નહી આપી ઠગાઈ કરવામાં આવી હતી.

ત્યારબાદ હવે કુલ 4 મહિના પહેલાના બનાવ વિશે વિદ્યાર્થીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે અમીતકુમાર આ રીતના કેસમાં પહેલાં પણ પોલીસ સ્ટેશનમાં પકડાઈ ચુક્યો હોવાનું સામે આવી રહ્યું છે. મળતી જાણકારી પ્રમાણે ઘોડદોડ રોડ કોટક હાઉસની સામે પૂજા ઍપાર્ટમેન્ટમાં રહેતા તથા અભ્યાસ કરતા માત્ર 20 વર્ષીય દિગંત યજ્ઞેશ વ્યાસે 4 જૂને OLX એપ્લિકેશન પર 95,000ની કિંમતનો ઍપલ કંપનીનો મોબાઈલ વેચવા માટે મુક્યો હતો. આ જાહેરાત જોઈ અમીકુમાર ભરત હિરપરા છે. જેમનું રહેઠાણ મોટા વરાછા વિસ્તારમાં આવેલ સુદામા ચોક પાસે સૌરાષ્ટ્ ટાઉનશીપ છે.

મોબાઈલ ખરીદવાની વાત કરી ભાગળ ચાર રસ્તા મોહન મીઠાઈની દુકાન પાસે બોલાવ્યો હતો. અમીતકુમારે મોબાઈલની ખરીદી કરી તેનુ પેમેન્ટ બેન્ક ઍકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્જેકશનથી ટ્રાન્સફર કર્યા હોવાનું કહીને રૂપિયા પૈસા કર્યા હોવાનો બોગસ ટ્રાન્જેકશન સકસેકફુલનો સ્ક્રિનશોટ વ્હોટસઅપ પર મોકલી આપ્યો હતો. જો, કે દિગત વ્યાસના બેન્ક ઍકાઉન્ટમાં કોઈ રૂપિયા જમા થયા ન હતા.

જેને લીધે દિગંત પૈસા માંગણી કરતા ખાતામાં રૂપિયા આવી જશે એમ કહી વારંવાર ભરોસો આપ્યો હતો. ઘણીવાર ખોટા વાયદાઓ કરી રૂપિયા ન ચુકવી ફોન બંધ કરીને ઠગાઈ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ