આણંદ,
આણંદની સબ જેલ માંથી કેદી ફરાર થતા ચકચાર મચી જવા પામ્યો છે, જેથી સબ જેલની સુરક્ષા પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે વાત કરવામાં આવે તો આ કોઈ સાધારણ સબ જેલ નથી આણંદ સબ જેલની આજુ બાજુમાં ૫ પોલીસ સ્ટેશન આવેલા છે છતાં આરોપી ફરાર થાયો છે આટલું જ નહિ ૫૦૦ મિટરની દુરી પર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી પણ આવેલ છે જેને લઇ આ ઘટનાને સામાન્ય ગણી શકાય તેમ નથી.
આણંદ જીલ્લાના સમગ્ર પોલીસ તંત્રની સુરક્ષા વ્યવસ્થા પર અનેક સવાલો ઉભા થઇ ગયા છે ૧ હેડ કોન્સ્ટેબલ અને ૩ કોન્સ્ટેબલ ૫૦ જેટલા આરોપીઓને પર ધ્યાન રાખવા માટે છે. એટલું જ નહિ આ સબ જેલની બાજુ મા જ આણંદ ટાઉન, આણંદ રૂરલ, એસઓજી, એલસીબી અને મહિલા પોલીસ સ્ટેશન આવેલ છે. ઉલ્લેખનીય છે કે જયારે આટલા પોલીસ સ્ટેશનની વચ્ચે સબ જેલ હોવા છતાં માત્ર ૨ જ મહિના માં કેદિને ભાગવામાં સફળતા મળી છે.
વાત કરવામાં આવે તો આ ભાગી ગયેલ આરોપી પર અપહરણ અને દુષ્કર્મના આરોપો લાગેલ છે. જેને લઇ ખંભોળજ પોલીસ સ્ટેશન માં ગુનો નોધી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. દરમિયાન આરોપીને આણંદની સબ જેલને સોપવામાં આવ્યો હતો.
માત્ર બે જ મહિનામાં આરોપી જેલ માથી ભાગી જવા જેવી ઘટના બની છે. પ્રાપ્ત માહિતી અનુશાર સબ જેલમાં પોતાને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાનું જણાવતા કોન્સ્ટેબલ ધ્વારા આરોપીને જેલ માંથી બહાર કાઢવામાં આવ્યો હતો, તેમજ ચા ની કોન્સ્ટેબલ આરોપી માટે ચા ની વ્યસ્થા કરવા નીકળ્યા હતા .
જે સમયે એકલતાનો લાભ લઇ પાઈપના સહારે જેલના ધાબા પર ચડી જઈ બાજુમાં આવેલ પોલીસ કોટર્સમાં કુદી ત્યાંથી ભાગી ગયો હોઈ તેવી માહિતી પ્રાપ્ત થઇ છે જેને લઇ અનેક તરક વિતરક થઇ રહયા છે તેમજ પોલીસ વિભાગ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
છેલ્લા ૮ મહિનામાં કેદી સબ જેલ માથી ફરારનો આણંદ જીલ્લાનો ત્રીજો બનાવ પૂર્વ પણ બોરસદની સબ જેલમાથી કેદી ફરારના ૨ બનાવોમાં ૩ આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. ત્યાજ ગત રોજ આણંદની સબ જેલમાં થી ૧ આરોપી ફરાર થઇ ગયો છે જેને લઇ જીલ્લા પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કરવાનો દાવો કર્યો છે પરંતુ જોવું રહ્યું પોલીસને સફળતા મળે છે કે પછી માત્ર આશ્વાશન એતો તો ભવિષ્ય જ બતાવશે.
