રાજકારણ અનોખી ચીજ છે અને આવું એટલા માટે છે કે, રાજકીય ખેલ કરતા તમામ નેતાએ હરીફરીને પાછુ જનતા વચ્ચે તો આવવું જ પડે છે. નેતા ચૂંટાઇ ગયા પછી પોતાની મનમાની કરે છે કે કરી શકે છે પણ ઘણી મનમાની લોકો પોતાનાં મનમાં રાખે છે અને એ લોકમનમાની જ્યારે જાહેર થાય છે, ત્યારે ભલભલાને ભાગવાનો વારો આવે છે અને આવું જોવામાં આવ્યુ રાજકોટ જીલ્લાનાં લોઘિકા તાલુકામાં જ્યારે એક કેબિનેટ મંત્રીને મંચ છોડી ભાગવાનું આવ્યું.
Election / ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીનું થયું એલાન, જાણીલો ક્યારે છે ચૂંટણી

વાત કરવામાં આવી રહી છે રાજકોટનાં લોધિકાની અને વાત થઇ રહી છે ગુજરાતનાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાની. માંડીને વાત કરીએ તો લોધિકાનાં પારડી ગામે કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિક મહિલાઓએ કાર્યક્રમમાં પોતાની વેદનાઓ રજૂ કરી. પાણીની સમસ્યા અંગે પ્રશ્ન કરતાં મંત્રી મુંઝાયા અને મંચ છોડી મંત્રી બાવળિયા સહિત નેતા મંચ રવાના થયા.
Surat: હવે તાપી કિનારે પણ બનશે રિવરફ્રન્ટ, ડેવલોપમેન્ટ પ્લાનને મળી મંજૂરી

રાજકોટના લોધિકામાં મંત્રી કુંવરજી બાવળિયાને કડવો અનુભવ થયો હતો. ભાજપનાં એક કાર્યક્રમમાં પારડી ગામની મહિલાઓએ પોતાની વર્ષો જૂની અને વર્ષોથી લટકતી પાણીની સમસ્યા મામલે સવાલ ઉઠાવ્યા. મહિલાઓએ પાણીની સમસ્યા અંગે પ્રશ્નો કરતા એક સમયે કોઇ જવાબ ન હોવાનાં કારણે મંત્રી સહિતનાં તમામ નેતા કાર્યકર્તા મુંઝાયા અને ત્યાંથી ચાલતી પકડી હતી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
