Ahmedabad News/ સારંગપુર ખાતે પ્રમુખ સ્મૃતિમંદિર ગુરુહરિ પ્રસન્નતા મહાયાગ યોજાયો

અમદાવાદના સારંગપુર ખાતે પ્રમુખ સ્મૃતિમંદિરના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ગુરુહરિ પ્રસન્નતા મહાયાગ યોજાયો.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News : વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ સ્મૃતિમંદિરના  દ્વિતીય વર્ષપૂર્તિ મહોત્સવ નિમિત્તે અમદાવાદના સારંગપુરમાં આજરોજ(26 જાન્યુ-25) ગુરુહરિ પ્રસન્નતા મહાયાગનું આયોજન થયું હતું. જેનો આરંભ અક્ષરપુરુષોત્તમ મહારાજની પાલખીયાત્રા તથા દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સારંગપુર મંદિરના કોઠારી સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણમુનિ સ્વામી, પૂજ્ય ઘનશ્યામપ્રસાદ સ્વામી, પૂજ્ય નિર્માનજીવન સ્વામી પૂજ્ય ભક્તિસાગર સ્વામી વગેરે વરિષ્ઠ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સારંગપુર મંદિરના કોઠારી સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામીએ પ્રાસંગાનુરૂપ આશીર્વચન પાઠવ્યા હતા. આ યજ્ઞમાં ૮૫ જેટલા યજ્ઞકુંડ ધરાવતી યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેમાં ભારતના વિવિધ પ્રાંત ઉપરાંત આફ્રિકા, અમેરિકા, લંડન વગેરે વિદેશના એમ કુલ મળીને ૬૮૦ જેટલાં યજમાન યુગલોએ લાભ લીધો હતો.

વૈદિક પ્રણાલિ અનુસાર સંપન્ન થયેલા આ મહાયાગના આરંભે અક્ષરપુરુષોત્તમ મહારાજની ષોડશોપચાર વિધિ કરવામાં

આવી. ત્યારબાદ ગુરુહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ દ્વારા લિખિત સત્સંગદીક્ષા ગ્રંથના ૩૧૫ શ્લોકોનું ગાન પારંપરિક શૈલીથી કરવામાં આવ્યું હતું.  આ ગાન સાથે સમૂહમાં સ્વાહાનો નાદ ભેળવીને સર્વે યજમાનોએ કુલ મળીને 1 લાખથી વધુ આહુતિઓ આપી હતી. સારંગપુર સ્થિત BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયના બાહ્મણો દ્વારા આ યજ્ઞ કરાવવામાં આવ્યો હતો. આ સમગ્ર યજ્ઞ દરમિયાન મંદિરના પરિસરમાં સૌ વૈદિક સમયની અનુભૂતિ કરી રહ્યા.

આ મહાયજ્ઞમાં પ્રજાસત્તાક દિનની સ્મૃતિ કરી સમગ્ર ભારત દેશ તથા વિશ્વમાં શાંતિ પ્રવર્તે તેવા શુભ સંકલ્પ સાથે પ્રાર્થના પણ કરવામાં આવી હતી. આમ, આ સત્સંગદીક્ષા મહાયજ્ઞ દ્વારા ભક્તિમય ભારતીય યજ્ઞપરંપરાનું પોષણ થયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેનેડામાં હિન્દુ મંદિરના પ્રમુખ લક્ષ્મી નારાયણના ઘર પર હુમલો, ખાલિસ્તાની સમર્થકોએ 14 રાઉન્ડ ફાયરિંગ કર્યું

આ પણ વાંચો: અખિલ ભારતીય સંત સમિતિમાં ગુજરાતના પ્રમુખ તરીકે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી

આ પણ વાંચો: અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરમાં 20 થી વધુ દેશોના સંરક્ષણ પ્રતિનિધિઓનું ભવ્ય સ્વાગત